Pragati Ahir : થોડા દિવસ પહેલા અમદાવાદમાં કોંગ્રેસ ઓફિસ ખાતે પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદ કોંગ્રેસ, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર (Pragati Ahir) પોલીસની ધરપકડથી બચવા માટે તેઓ ફરાર થઇ ગયા હતા. જે બાદ તેમણે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High court)માં આગોતરા જામીન અરજી કરી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે તેમના જામીન મંજુર કરી લીધા છે. કોંગ્રેસ ઓફિસ પર પથ્થરમારા મામલે હવે પ્રગતિ આહીર (Pragati Ahir)ને જામીન મળી ગયા છે. હવે તેમણે દર મહિનાની 5 તારીખે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા જવું પડશે.