મંત્રી પાનસેરિયાએ ભ્રષ્ટ ક્લાર્કને ચાલુ મીટિંગમાંથી જ સસ્પેન્ડ કરી દીધો, પરંતુ કર્મચારી પાછળના મોટા માથાઓનું શું ?

July 9, 2024

Praful pansheriya : ગુજરાતમાં ભાજપના (BJP Gujarat) મંત્રીમંડળમાં (Cabinet) મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે તમામ મંત્રીઓ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.ભાજપના નેતાઓ (BJP leaders) હવે ભ્રષ્ટઅધિકારીઓ સામે આકરા બન્યા છે. ત્યારે આજે વધુ એક ભાજપ સરકારના મંત્રી ભ્રષ્ટાચારની સામે એક્શનમાં જોવા મળ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful pansheriya) લાંચ માંગનારા ક્લાર્કને ચાલુ મીડિંગમાં દોડાવી સસપેન્સન પર સહી કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. આઉટ સોસિંગના આ કર્મચારીએ કેશોદની BCA કોલેજને મંજૂરી માટે લાખો રુપિયાની લાંચ માંગી હતી જેના કારણે શિક્ષણમંત્રીએ ચેને ચાલુ મીટીંગે જ સસ્પેનડ કરી દીધો હતો.

કોલેજની મંજૂરી માંગતા પૈસા માંગતા ક્લાર્કને મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યો

પ્રાપ્ત જાણકારી મુજબ કેશોદની સરદાર પટેલ વિદ્યાર્થી આશ્રમ કોલેજે બીસીએ કોલેજની મંજૂરી માટે દરખાસ્ત કરી હતી. જેની ફાઈલ ઉચ્ચશિક્ષણ વિભાગ પાસે પહોંચી હતી. આ દરમિયાન શિક્ષણ વિભાગના ઉપસચિવ બી એસ પરમારના કાર્યાલયમાં આઉટ સોસિંગ એજન્સી મારફતે ફરજ બજાવતા ક્લાર્કે કેશોદના સરદાર પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીને વોટસએપ કોલ કરીને કોલેજનીમંજુરી માટે લાંચ માંગી હતી. જો કે કોલેજના ટ્રસ્ટીઓ ખોટી રીતે પૈસા આપવા માંગતા હોવાથી તેમણે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને મળ્યા હતા. અને ક્લાર્કે મંજૂરી માટે પૈસા માગ્યા હોવાનીફરિયાદ કરી હતી. આ સાંભળીને પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક નાયબ સચિવ પરમારને વાત કરીને ચાલુ મીટિંગમાં જ ઉપસચિવ પરમાને દોડવીને સસ્પેન્શન લેટર મંગાવીને તેના પર સહી કરી દીધી હતી. આ અંગેની તપાસ ઉચ્ચ શિક્ષણ અગ્રસચિવ મુકેશકુમારને સોંપાઈ છે.

શું મોટા અધિકારીઓ સામે આવી તાત્કાલિક કાર્યવાહી થશે ?

આ ઘટનાથી સવાલ તે થાય છે કે, શું આઉટ સોસિગથી કામ કરતા કર્મચારીની આવી રીતે લાખો રુપિયા માંગવાની હિંમત કેમ થઈ ? શું તેમાં મોટા અધિકારીઓ ભાગીદાર નહીં હોય ? આ મામલે ફક્ત કર્મચારીને સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલે તેની પાછળ કયા મોટા અધિકારીઓ છે તેની પણ તપાસ થવી જોઈએ. આ મામલે તપાસ હવે શું સામે આવે છે તે જોવું રહ્યું…

પ્રફુલ પાનસેરિયા થોડી હિંમત અહીં પણ બતાવે

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ લાંચ માંગતા ક્લાર્કને ચાલુ મીડિંગમાં સસ્પેન્ડ કરી દીધા તેમની હિંમતને સલામ છે પરંતુ છે ટેટ ટાટના ઉમેદવારો કમ્પ્યુટર વિષયમાં શિક્ષકોની ભરતી ન થતા આંદોલન કરી રહ્યા છે અને તેમની પાસે પોલીસ ગેરવર્તુણૂક કરી રહી છે તેમા પોલીસ મહિલાઓ સાથે પણ ગેર વર્તુણુક કરી રહી છે તેના પર તમે કેમ ચૂપ છો ઉમેદવારો તમારી પાસે પોતાની વાત રજુ કરવા માટે આવે છે તો તેમની સાથે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય કહેવાય ? ઉમેદવારોની માંગ છે કે કોમ્પ્યુટર વિષયની પરીક્ષા લેવામાં આવી છે તો તેમાં ભરતી પણ થાય ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાથી તેઓ તમારી પાસે પોતાની વાત રજુ કરવા માટે આવે છે ત્યારે તમે ચુપ કેમ છો ? આ સાથે થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં પ્રફુલ પાનસેરિયાના વિસ્તારમાં જ કાયમી શિક્ષક નથી જેના કારણે બાળકોના ભણતર અસર થઈ રહી છે ત્યારે તમારે પોતાના વિસ્તારમાં પણ ધ્યાન આપવું જોઈએ જો તમારામાં ક્લાર્કને તાત્કાલિક નોકરીમાંથી કાઢી નાખવાની હિમત હોય તો તમારે થોડી હિમત આમાં પણ બતાવવી જોઈએ…

આ પણ વાંચો :  Hathras Stampede:હાથરસ દુર્ઘટના મામલે SITએ 300 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો, વહીવટીતંત્ર અને આયોજન સમિતિ પર ઉઠ્યા સવાલ

Read More