સત્તા લાલચી છત્તીસગઢના કોંગ્રેસના ધારાસભ્યની ખુલ્લી ઓફર: ભાજપની ટિકિટ આપો હું સિંહદેવ સામે ચૂંટણી લડીશ

October 23, 2023

છત્તીસગઢની સામરી સીટથી કોંગ્રેસના ધારાસભ્ય ચિંતામણિ મહારાજને ટિકિટ આપી નથી. આવી સ્થિતિમાં તેમણે પાર્ટી સામે બળવાખોર વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં તે હવે ભાજપમાં જોડાવા માટે પણ તૈયાર છે. ચિંતામણિ મહારાજે કહ્યું કે જો તેમને અંબિકાપુર સીટથી ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ સામે ટિકિટ મળે છે તો તેઓ ભાજપમાં જોડાવાનું વિચારી શકે છે.

ચિંતામણિ મહારાજે દાવો કર્યો હતો કે ભાજપ તેમને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવા તૈયાર છે. ચિંતામણી મહારાજે રવિવારે બલરામપુરના કુસ્મી ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મા કાલીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલ અને પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદેવ સાંઈએ પણ ભાગ લીધો હતો.

ચિંતામણિ બલરામપુરની સમરી સીટના ધારાસભ્ય છે. પરંતુ આ વખતે કોંગ્રેસે તેમના સ્થાને વિજય પાઈકરાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે આ બેઠક પરથી બલરામપુર જિલ્લા પંચાયતના સભ્ય ઉદેશ્વરી પાઈકરાને ટિકિટ આપી છે.

કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા મહારાજે કહ્યું કે ભાજપ તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં ઉતારવા તૈયાર છે પરંતુ તેમણે આવતા મહિને અંબિકાપુરથી વિધાનસભા ચૂંટણી લડવાની શરત મૂકી છે. મહારાજે કહ્યું, “તેઓએ (ભાજપ નેતાઓ) પણ મને કહ્યું છે કે જો હું તેમની સાથે જોડાઈશ તો સારું રહેશે. મેં એક શરત મૂકી છે કે જો તેઓ મને અંબિકાપુરથી ઉમેદવાર બનાવવા માટે રાજી થશે તો હું વિચારીશ (ભાજપમાં જોડાવું).

Read More

Trending Video