Porbandar Rain : છેલ્લા કેટલાકે દિવસથી ગુજરાતમાં હમણાં વરસાદે બ્રેક લગાવી હતી. હમણાં વરસાદના જાણે કોઈ એંધાણ જ નહોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થયૉ છે. ખાસ તો ગઇકાલથી જ પોરબંદર પંથકમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ આભ ફાટવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પોરબંદર (Porbandar)માં અત્યાર સુધીમાં 18 ઇંચ વરસાદ પડી ચુક્યો છે. એટલે કે પોરબંદર (Porbandar Rain)માં હાલ તો જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઇ છે.
પોરબંદરમાં મેઘરાજાએ ધમકેદાર બેટીંગ કરતા તારાજી સર્જાઈ છે. કેટલીક જગ્યાએ પશુઓ તણાવા, વાહનો ડુબવા, તેમજ ધરોમાં પાણી ઘુસવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોરબંદરના બરડા પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા આખુ પંથક બેટમા ફેરવાયું છે. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી 11 લોકોના રેસ્ક્યુ કરાયા છે. ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 , મહેર સમાજ રાણાવાવમાંથી 2 મળીને કુલ 11 લોકોના રેસ્ક્યુ કરાયા છે. પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોના રેસ્કયું કરવામાં આવ્યા છે. હાલ NDRF ની ટીમ પણ ત્યાં મોકલવામાં આવી છે.
આ પણ વાંચો : Microsoft : સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટના સર્વર્સ ઠપ્પ, બેંકોથી લઈને એરલાઈન્સની ફ્લાઈટ્સ સુધીની સેવાઓ પર અસર