Porbandar જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થતાં વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી. નેશ વિસ્તારમાં ઉડાન દરમિયાન UAV અચાનક જમીન પર પટકાતાં જોરદાર અવાજ સંભળાયો હતો, જેના કારણે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
પ્રાથમિક માહિતી મુજબ UAV નિયમિત ઉડાન દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું હતું. ક્રેશ પાછળ ટેકનિકલ ખામી, હવામાનની અસર અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે જાણવા ભારતીય નૌસેનાએ તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ નૌસેનાના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
Porbandar માં ભારતીય નૌસેનાનું UAV ક્રેશ ફાયર વિભાગ પહોંચ્યું ઘટનાસ્થળે#Porbandar #PlaneCrash #IndianNavy #Viralvideo #planecrashNews #Nirbhaynews pic.twitter.com/ZR7IdXNfSn
— Nirbhaynews (@nirbhaynews1) July 8, 2026
સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સામાન્ય લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ નૌસેનાના ટેકનિકલ નિષ્ણાતોએ UAVના કાટમાળનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. હાલ અધિકારીઓ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યા છે અને પ્રાથમિકતા તરીકે સુરક્ષા સંબંધિત તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.