Porbandar Banni Gajera : પોરબંદરના બની ગજેરાનો વધુ એક વિડીયો વાયરલ, “ભાજપને ઉમેદવાર તો બદલવા જ પડશે”

March 29, 2024

Porbandar Banni Gajera : ચૂંટણી પહેલા પોરબંદર (Porbandar)ના ભાજપ (BJP) ઉમેદવારને લઇ વિરોધના સુર ઉઠ્યા છે. હમણાં પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયા (Mansukh Mandaviya)ને લઇ ધોરાજીમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર લગાવનાર યુવક બન્ની ગજેરા (Banni Gajera)નો વધુ એક વિડીયો વાયરલ થયો છે. તેના વિડીયો બાદ આ યુવક સતત ચર્ચામાં રહ્યો છે. આ યુવકે ભાજપને ઉમેદવાર બદલવા ચીમકી આપી છે.

મનસુખ માંડવિયાનો વિરોધ યથાવત

આ વીડિયોમાં બન્ની જણાવે છે કે, ગમે તે થઇ જાય પણ પોરબંદરમાં અમે મનસુખ માંડવિયાને તો સ્વીકાર નહિ જ કરીએ. તમને અહીંયા કોઈ જાણીતા નામોને ટિકિટ નથી આપવી તો અમે નવું નામ આપીએ અલ્પેશ ધોલરીયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડનું ખુબ જાણીતું નામ છે અલ્પેશ ધોલરિયા. ભાજપ જો કોઈ નવા ચહેરાને જ ટિકિટ આપવા માંગતું હોય તો અલ્પેશભાઈને ટિકિટ આપી જ શકે છે.”

આયાતી ઉમેદવારને તો નહિ જ સ્વીકારીએ

સાથે જ તેમને ભાજપને ચીમકી આપતા કહ્યું કે, અત્યારે મનસુખ માંડવિયાની લાખોની લીડ હજારોએ પહોંચી ગઈ છે. થોડા સમયમાં તે લીડ સો સુધી પહોંચી જતા વાર નહિ લાગે. આ લોકસભાની સાતેય વિધાનસભા બેઠકો પર ઘરે ઘરે પત્રિકાઓ વહેંચવામાં આવશે અને આયાતી ઉમેદવારને તો ઘરે ભેગા ગમે તે રીતે કરીશું. એટલે ગમે તે થાય મનસુખ માંડવિયાને તો નહિ જ આવવા દઈએ. ભાજપે ઉમેદવાર તો બદલવા જ પડશે.

આ પણ વાંચોParshottam Rupala : પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ વધ્યો, સુરેન્દ્રનગરમાં પૂતળાદહન કરી નોંધાવ્યો વિરોધ, જુઓ વિડીયો

Read More

Trending Video