Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસતા પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
Porbandar Heavy Rain : પોરબંદરમાં પાણીના પ્રવાહમાં વાહનો તણાતા NDRF ખડેપગે#porbandarrain #heavyrain #heavyflood #flood #rainfall #nirbhaynews pic.twitter.com/HxgF59NZnz
— Nirbhaynews (@nirbhaynews1) July 19, 2024
પાણીના પ્રવાહમાં ફસાયેલા દિવ્યાંગ વૃદ્ધ દંપતીનું કરાયું રેસ્કયૂં
જાણકારી મુજબ પોરબંદરમાં મેઘરાજાએ ધમકેદાર બેટીંગ કરતા તારાજી સર્જાઈ છે. કેટલીક જગ્યાએ પશુઓ તણાવા, વાહનો ડુબવા, તેમજ ધરોમાં પાણી ઘુસવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોરબંદરના બરડા પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા આખુ પંથક બેટમા ફેરવાયું છે.ત્યારે શિમલા આઈસ ફેક્ટરી પાસે . Near ઓરિએન્ટ ફેક્ટરી નીકળતો વોકરોમા વૃદ્ધોવય દિવ્યાંગ પતિ પત્નીની રીક્ષાની અંદર બેસેલા હતા આ ફરતે ધોધમાર વહેતું પાણી ફરી વળ્યું હોય હોય વચ્ચે ફસાયેલા હતા. તથા પાણીના પ્રવાહમાં રીક્ષા પણ વહેતી તેવી પરિસ્થિતિ હાલત થઈ ગઈ હતી. અને તે લોકો જીવ તાવળે ચોટી ગયા હતા અને ફાયર નો સંપર્ક કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટના પર જઈ. ખૂબ મહાન મહેનતે દિલ ધડક રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Amreli: ખેડૂતોને છેતરવાનો પ્રયાસ, SOG એ નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી