Gujarat politics : નવરાત્રીમાં (Navratri)ગરબા ગરવાની છુટને લઈને હાલ રાજકારણ (politics)ગરમાયું છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi ) આખી રાત ગરબા રમવાની છુટ આપી હતી તેમણે જાહેરાત કરી હતી કે, ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું સરકારે આયોજન કર્યુ છે. ત્યારે પોલીસે જાહેરનામુ બહાર પાડયુ હતુ તેમાં પોલીસે 12 વાગ્યા સુધીની છુટ આપી હતી જેને લઈને વિટંબણા ઉભી થઈ હતી ત્યારે ગત રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હુંકાર કરતા કહ્યુ હતુ કે, મોડે સુધી ગરબા રમવાની મંજૂરી આપી તો કેટલાક લોકોના પેટમાં દુખવા માંડ્યુ , મારા ગુજરાતી ભાઈઓ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમશે? ગુજરાતીઓ સાવરે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે, ત્યારે આ મામલે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) પણ ગતરોજ નિવેદન આપ્યું હતુ જેમાં તેમને હર્ષ સંઘવીની આ છુટ મામલે સવાલ ઉઠાવ્યા હતા તેમજ સવાર સુધી ગરબા રમાડવામાં ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા સાચવવા માટે સક્ષમ નથી તેમ પણ જણાવ્યું હતું.
મોડી રાત સુધી ગરબા રમવાની છૂટને લઈને હર્ષ સંઘવીનું નિવેદન
નવરાત્રીના પહેલા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગાંધીનગરમાં ગરબાના ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સ્થળોએ જઈને નોરતાની તૈયારીઓ પર નજર મારી હતી. હાલ એમના નિવેદનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.ગરબામાં ખેલૈયાઓ વચ્ચે પહોંચેલા હર્ષ સંઘવીએ હુંકાર ભરીને કહ્યું હતું કે ગરબા ગુજરાતમાં નહીં, તો શું પાકિસ્તાનમાં રમીશું? હર્ષ સંઘવીએ કહ્યું કે, “સરકારે તમને મોડે સુધી ગરબા રમવા દેવાની છૂટ આપવાની વાત કરી તે સાંભળીને અનેક લોકોના પેટમાં પેટમાં દુખવા માંડ્યું, એનું શું કરવું? એ… ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે?”
હર્ષ સંઘવીના નિવેદન પર ગેનીબેની પ્રતિક્રિયા
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવાની છુટ આપતા આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતમા 12 વાગ્યા સુધી ગરબા થાય તે બરાબર હતુ, 5 વાગ્યા સુધી ગરબા રમવાની છુટ આપીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કે, ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્ષમ નથી અને છતા પણ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છુટ આપી છે તેના કારણે મને લાગે છેકે, યુવા ધન ક્યાંકને ક્યાંક અન્ય બદીઓમાં ન આવે તે પણ સૌની જવાબદારી છે.
આ પણ વાંચો : Ganesh Gondal Case : 121 દિવસ બાદ આજે જેલની બહાર આવશે ગણેશ ગોંડલ, જાણો અલ્પેશ ઢોલરીયાએ શું કહ્યું ?