Gujarat Police Recruitment Rules : રાજ્યમાં ઘણા સમયથી પોલીસ ભરતી (Police Recruitment) ની રાહ જોવાઈ રહી છે. અને થોડા સમય પહેલા ગૃહ રાજ્યમંત્રીએ પણ પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવાનું કહ્યું હતું અને આજે આ ભરતી પ્રક્રિયા અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને PSI ની ભરતીના નિયમોમાં (Gujarat Police Recruitment Rules) ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. હવે વજન ધ્યાન પર નહીં લેવાય. હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે.એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.
#PSI
🛑પીએસઆઇની ભરતી ના નિયમો જાહેર..🛑હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે.
🛑દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે.
🛑વજન ધ્યાન પર નહીં લેવાય.
🛑300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે.એક… https://t.co/v8ItNWCqqH— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 7, 2024
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302પોસ્ટ, એસઆરપી ની 1000 પોસ્ટ જેલ સિપાહી ની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000 પોલીસની થશે ભરતી. પીએસઆઇ ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત.