રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 800 થી વધુ સ્પા સેન્ટરો પર દરોડા, ભાવનગરમાંથી કૂટણખાનું ઝડપાયું

પોલીસે 105 લોકોને ઝડપી 152 લોકો સામે 103 ગુના દાખલ થયાં છે

October 19, 2023

રાજ્યમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગોરખધંધા વિશે સૌ જાણે છે. રાજ્યમાં જે રીતે સ્પા સેન્ટરો ખુલ્યા છે. મોટા ભાગના સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે. આ અગાઉ પોલીસ કમિશ્નર દ્વારા તમામ સ્પા સંચાલકોએ પોતાના ત્યાં કામ કરતી યુવતી અને તમામ માહિતીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જણાવવાની હોય છે. પરંતુ ઘણા સ્પા સંચાલક પોલીસ સ્ટેશનમાં આ બધી વિગતો આપતા નથી. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે 800 થી વધારે સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા છે.

raids on spa centers in Gujarat
raids on spa centers in Gujarat

કાર્યવાહી

પોલીસે રાજ્યભરમાંથી 152 આરોપીઓ સામે ગુના દાખલ કરી 103 એફઆઈઆર નોંધવામાં આવી છે. 152 આરોપીઓ પૈકી 105 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા 27 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત પોલીસની એજન્સીઓ દ્વારા અમદાવાદના 25, સુરતના 70થી વધુ, રાજકોટના 50થી વધુ, વડોદરાના 20થી વધુ, ભાવનગરના 5 સ્પા સેન્ટરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદના 3, સુરતના 50, રાજકોટના 13, વડોદરાના, 2 સ્પા સેન્ટરો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે.

raids on spa centers in Gujarat
raids on spa centers in Gujarat

પોલીસ મથકથી 900 મીટર દુર કુટણખાનુ

આ સિવાય ભાવનગરમાં પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું છે. ભાવનગર SOG એ ભરતનગર વિસ્તારમાં આવેલી રામ રહીમ સોસાયટીમાં એક મહિલા દ્વારા સંચાલિત કુટણખાનુ ઝડપ્યું છે. રામરહિમ સોસાયટીના પ્લોટ નંબર 63 માં આવેલા રહેણાંકી મકાનમાં આ કુટણખાનું ચાલતું હતુ. જેમાં પોલીસે 1 મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે તેમજ 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. જણાવી દઈએ કે, પોલીસ મથકથી દુર માત્ર 900 મીટર દુર આ કુટણખાનું ઝડપાયું છે.

Read More

Trending Video