Rajkot Crime News: રાજકોટના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી છે. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી નરાધમે પીંખી નાખી હતી. આરોપી પોતે 3 સંતાનોનો પિતા હોવા છતાં નાની બાળકી પર દયા ના ખાધી.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે.
પોલીસે આરોપીને રિકન્સ્ટ્રક્શન અર્થે ઘટનાસ્થલે લઈ ગઈ તે દરમિયાન આરોપીએ લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વ બચાવમાં આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીને બંને પગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક આટકોટની કેડીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આરોપીનું ઘર નજીક હોવાથી તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપીએ લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં LCBના કર્મચારી ધર્મેશ બાવળીયાને ડાબા હાથે બાવડાના ભાગે ઈજા થઈ હતી અને આરોપી તીક્ષણ હથિયાર વડે કોઈ ગંભીર બનાવને અંજામ ન આપે તે પહેલાં જ સમય સૂચકતા દાખવી પોલીસ અધિકારીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીને બંને પગે ઈજા થઈ છે.
કાનપુર ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીને 10 ટીમ બનાવી હતી અને 10 કિલો મીટરના સીસીટીવીનું એનાલિસિસ કર્યું હતું. જેમાંથી 10 શકમંદ બચ્યા હતા. ત્યાર બાદ ચાઇલ્ડ કાઉન્સેલેર મહિલા પોલીસ તથા ડોક્ટરની હાજરીમાં પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.
આ પણ વાંચો: બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં Mehul Choksiની અપીલ ફગાવી, ટૂંક સમયમાં થઇ શકે છે ભારતમાં પ્રત્યાર્પણ?