MLA Chaitar Vasava : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Dediapada MLA Chaitar Vasava) પર મોટો આરોપ લાગ્યો છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ ડેડિયાપાડના સામરપાડામાં રહેતા અને હોટેલમાં કામ કરતા શાંતિલાલ ડેબા વસાવાએ નોંધાવી છે જેમા જણાવવામા આવ્યું છે. તેઓ શિવમ પાર્ક હોટેલમાં હોટેલનું સંચાલન કરે છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ચૈતર વસાવા તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે હોટેલમાં જમવા આવતા હતા તે વખતનું તેમનું જમવાનું રુ. 1, 28, 720 થી વધુનું બિલ બાકી હોવાથી તેઓ ચૈતર વસાવાને ફોન કરતા હતા પરંતુ ચૈતર વસાવા તેમન ફોન ઉપાડતા ન હતા ત્યારે રાજકારણના કારણે હોટલવાળાઓએ મને છૂટો કરી દીધો હોવાનું શાંતિ વસાવાએ જણાવ્યુ હતું તેમજ ચૈતર વસાવાને ચૂંટણીમાં જીતાડવા માટે પણ તેમણે પ્રયત્ન કર્યા હોવાનું જણાવ્યુંહતું.
ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
શાંતિ વસાવાએ પોતાના બાકી નિકળતા પૈસા લેવા માટે ચૈતર વસાવાને બીજા નંબર પરથી ફોન કર્યો હતો જેમાં તેમણે ગાળો આપી હતી જેથી ચૈતર વસાવા ઉશ્કેરાઈ જતા ગેરકાયદેસર મંળી બનાવીને માર માર્યો હોવાનું જણાવવામા આવ્યું છે. તેમજ આ મારમારવાને કારણે તેમને હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. આ ઘટના બની ત્યારે તેમની દીકરી અને દિકરો તેમજ તેમની પત્ની હાજર હોવાનું ફરિયાદમાં જણવવામાં આવ્યું છે તેમજ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ તેમની પાસે હોવાનું જણાવવામા આવ્યું છે.
મારામારીના આરોપ પર ચૈતર વસાવાનો ખુલાસો
આ મામલે ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, શિવમ પાર્ક હોટેલમાં શાંતિ વસાવા શાક બનાવવાનું કામ કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન આપ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ત્યા જમ્યા છે તેમ કહીને તેઓ અમારી પાસે બિલ લઈને આવ્યા હતા ત્યારે તે બિલ 50 હજારનું હોવાનું જણાવ્યું હતુ ત્યારે મે તે 50 હજાર તેમને આપ્યા હતા. તેમાં3 હજાર તેઓ રોકડા લઈ ગયા હતા અને 20 હજાર તેમની છોકરીના ખાતામા મે નાખ્યા છે. ત્યારે માત્રને માત્ર પૈસાના બહાને તેમને મને ફોન કરીને ગાળાગાળી કરી તે બાબતને લઈને મારા આગેવાનોએ સરપંચને કહ્યું અને તેમને સમજાવ્યા કે આપડે તેમને મળીશું. હું તો ક્યારેય તે હોટલે જમવા નથી ગયો છતા તેઓ મારી પાસેથી 5 હજાર લઈ ગયા છે અને છતા પણ 1 લાખ અને 28 હજારની માંગણી કરે છે. જે ગેરવ્યાજબી છે અને માર મારવાની વાત પણ પાયાવિહોણી છે.