Rajkot : અવાર નવાર વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ફરી એક વાર વિવાદમાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દારુના મુદે ફરી ચર્ચામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ભઠ્ઠી હોવાનો દાવો કરવામા આવ્યો હતો. જો કે આ મામલે પોલીસે ખુલાસો કર્યો છે. રાજકોટ (Rajkot) શહેર પોલીસ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે.
દારુના મુદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો ખુલાસો
મળતી માહિતી મુજબ રાજકોટના રૈયાધાર મફતીયાપરા નજીકથી દારૂની ભઠ્ઠી મળી આવી હતી જે ગુનાની ઓનલાઈન FIR માં સ્થળનું નામ લખવામાં ક્ષતિ થઈ હતી. FIR માં મુદ્દા નં 5 ના B વિભાગમાં સ્થળ તરીકે યુનિવર્સિટીનો ઉલ્લેખ કરાયો અને મુદ્દા નં 12 માં રૈયાધારના મફતીયાપરા વિસ્તારનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટાર રમેશ પરમારે દારુની ભઠ્ઠી મામલે યુનિ ના વોટ્સએપ ગ્રુપમાં ખુલાસો કર્યો હતો જેમાં FIR માં દર્શાવેલા સ્થળ પર મંદિર હોવાનો ફોટા સાથે ખુલાસો કર્યો હતો.
પોલીસે પોતાની ભૂલ સ્વીકારી
રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે. આ મામલે ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઓનલાઈન એફઆઈઆર કરતાં સમયે રૈયાધારની જગ્યાએ ભૂલથી સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ બતાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલાની તપાસ એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈને સોંપવામાં આવી છે અને જે પણ કર્મચારી કસુરવાર હશે તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આમ રાજકોટ પોલીસની ભૂલને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થઈ બદનામ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Delhi New CM: અત્યાર સુધી આ મહિલાઓ સંભાળી ચૂક્યા છે રાજધાનીની કમાન, જાણો તેમના વિશે