તારીખ પે તારીખ ! ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ, ક્યારે મળશે ન્યાય ?

December 24, 2024

POCSO Case In Gujarat: બેટી બચાવો, બેટી પઢાવો જેવા સુત્રો પોકારતી ભાજપ સરકાર (BJP government)  દિકરીઓને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં હાલ બાળકીઓ પર દુષ્કર્મ અને છેડતીઓના ગુનામાં બેફામ વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ તે થઈ રહ્યો છે કે, ગુનેગારો આટલા બેફામ કેમ બની રહ્યા છે ? તેમનામાં કાયદાનો ડર કેમ નથી ત્યારે તેનો જવાબ તે છે આવા ગુનાઓમાં આરોપીઓને ઝડપથી અને કડક સજા નથી થતી. અત્યારે કોઈ દુષ્કકર્મની ઘટના બને તો સૌ કોઈ માંગ કરે છે કે, આરોપીને કડક અને દાખલારુપ સજા કરવામાં આવે જેથી અન્ય કોઈ આવું કૃત્ય કરતા પણ વિચાર કરે. પરંતુ આવા ગંભીર ગુનાઓમાં વર્ષો વીતી જવા છતા પીડિતને ન્યાય નથી. જાણકારી મુજબ ગુજરાતમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POCSO) હેઠળ 4375 જેટલા કેસ હજુ પણ પેન્ડિંગ છે. આ આંકડા સલામત ગુજરાતનાં નામે વાહવાહી લૂંટતા લોકો પર તમાચા સમાન છે. કારણે નાની બાળકો ખાસ કરીને બાળકીઓ ગુજરાતમાં સલામત નથી.

ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ

જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 4375 જેટલા પોક્સો કેસ હજુ પેન્ડિંગ છે. જેમાં ગુજરાતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 31મી ઓક્ટોબરની સ્થિતિએ દુષ્કર્મના 912 કેસ પેન્ડિંગ છે. જ્યારે ગુજરાતમાં માત્ર પોક્સો માટેની 24 કોર્ટમાં અત્યારસુધી 10,871 કેસનો ચુકાદો આવ્યો છે. અહેવાલો મુજબ 2014થી 2021 દરમિયાન ગુજરાતમાં પોક્સો કેસમાં 398.50 ટકાનો વધારો થયો છે. આ દરમિયાનમાં કુલ 14,252 કેસ નોંધાયા છે જેમાંથી માત્ર 231ને સજા થઈ છે.જ્યારે ગુજરાતની હજારો આજે પણ ન્યાય માટે આજે પણ તરસી રહી છે..

માસુમ બાળકીઓને ક્યારે મળશે ન્યાય ?

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના જાહેર કરવામાં આંકડા પર એક નજર કરીએ તો વર્ષ 2014થી વર્ષ 2022 સુધીમાં રાજ્યમાં 17,000થી વધુ દુષ્કર્મના કેસ નોંધાયા છે.જે બાદ વર્ષ 2020થી 2022 સુધીના માત્ર ત્રણ વર્ષમાં જ દુષ્કર્મની 6500થી વધુ ઘટનાઓ સામે આવી. તેમજ તાજેતરમાં દિવ્ય ભાષ્કરે એક અહેવાલ આપ્યો હતો કે, ગુજરાતમાં 1 વર્ષમાં 648 બાળકી સાથે દુષ્કર્મ થયું છે. ત્યારે ખરેખર આ આંકડા ખુબ ચોંકાવનારા છે.  ભાજપના નેતાઓ અને  ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે કે, કોઈ પણ  ચમરબંધીને છોડવામાં નહીં આવે, વરઘોડો તો નિકળશે જ વગેરે પરંતુ માસુમ બાળકીઓને પીંખનાર આ ચમરબંધીઓને હજુ સજા નથી થઈ  તેને ક્યારે ન્યાય અપાવશો ?

આ પણ વાંચો :  શું ગુજરાતની નિર્ભયા માટે મુખ્યમંત્રી ધરણા પર બેસશે ? ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને કર્યા તીખા સવાલ

Read More

Trending Video