Rahul Gandhi Bharat Jodo Nyay Yatra : આજે ગુજરાતમાં રાહુલ ગાંધીની (Rahul Gandhi) ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે. છોટાઉદેપુરના (Chhotaudepur) બોડેલીથી (bodeli) રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. અલીપુરા-બોડેલી સર્કલથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ ન્યાયયાત્રામાં કોંગ્રેસની (Nyay Yatra) સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા છે. ત્યારે આ ન્યાયયાત્રા દરમિયાન ખીસ્સા કાતરુંઓનો આતંક સામે આવ્યો છે.
રાહુલ ગાંધી (Rahul Gandhi) ની યાત્રામાં ખીસ્સા કાતરુંઓનો આતંક
પ્રાપ્ત જાણકારી મુજબ આજે બોડેલીથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખીસ્સા કાતરુંઓનો આતંક સામે આવ્યો છે. જેમાં ખીસ્સા કાતરુંઓ ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ, કાર્યકર્તાઓ સહિત લોકોના ખિસ્સા કાપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
10 થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા
જાણકારી મુજબ વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુનો 42 હજાર ચોરી થયા છે. તેમજ અત્યાર સુધી 10 થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ચોરીની ફરિયાદ કરી છે. અને હાલ પણ જેના ખિસ્સા કપાયા તેઓનું પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ છે.
પબ્લિકે એક ખીસ્સા કાતરુંને ઝડપ્યો
યાત્રા દરમિયાન પબ્લિકે એક ખીસ્સા કાતરુંને ઝડપી પોલીસને સોંપ્યો હતો. લોકો ખિસ્સા કાતરૂને મેથીપાક આપતા પોલીસ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.
આ પણ વાંચો : Morbi: નિર્માણાધીન મેડિકલ કોલેજની બિલ્ડીંગનો સ્લેબ તૂટયો, 4 શ્રમિકો ઘાયલ, 1 નું રેસ્ક્યુ ચાલું