Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા, અમદાવાદ કલેકટર સુ પ્રવીણા ડી.કે., ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફિસર સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.
ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટથી સીધા હેલિકોપ્ટરથી વડસર જશે. જ્યાં એરફોર્સના નવા સેન્ટરની મુલાકાત લેશે અને ત્યાંથી સીધા જ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રાજભવન જશે.
આ પણ વાંચો:
Maharashtraમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી, સીએમ એકનાથ શિંદેએ કરી ભવિષ્યવાણી