Vibrant Gujarat Summit ના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં PM MODI એ ગોધરાકાંડને યાદ કર્યો, જાણો શું કહ્યું

PM મોદીએ કહ્યું કે વિકટ સ્થિતિમાં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. એ સમયે ગુજરાતમાં સારી હોટલો પણ નહોતી. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો

September 27, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે તેઓ અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનેन 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ સાયન્સ સીટી ખાતે આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું.

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનનું નિવેદન

વધુમાં PM મોદીએ કહ્યું કે વિકટ સ્થિતિમાં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. એ સમયે ગુજરાતમાં સારી હોટલો પણ નહોતી. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો. સમયની સાથે બધાને વાયબ્રન્ટનું મહત્વ સમજાયું. 2003માં વાયબ્રન્ટ ગુજરાતમાં માત્ર 100 લોકો જ જોડાયા હતા. આજે 135 દેશો જોડાયા છે.

વિપક્ષ પર પ્રહાર

ગુજરાતના વિકાસથી દેશનો વિકાસની વાત પહેલેથી જ કહેતો આવ્યો છુ. પરંતુ આ વાત અગાઉની સરકાર સાંભળતી નહોતી. વિકાસ આડે રોડા નાખવામાં આવતા હતા. વિદેશી રોકાણકારોને ધમકાવતા હતા. આમ છંતા રોકાણકારો આવ્યા અને રોકાણ કર્યું.

બ્રાન્ડિંગનું આયોજન નહીં બોન્ડિંગનું આયોજન : PM MODI

ગુજરાત વાયબ્રન્ટનું એક નાનું બીજ વાવ્યું હતું ને આજે વટવૃક્ષ બની ગયું છે, આ એક બ્રાન્ડિંગનું આયોજન નહીં બોન્ડિંગનું આયોજન છે. દુનિયા માટે આ બ્રાન્ડ હોઇ શકે પણ મારા માટે સફળ બોન્ડિંગ છે.

સ્વામી વિવેકાનંદનના શબ્દો કર્યા યાદ

આજે મને સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવી રહ્યા છે. દરેક કાર્યને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે, પહેલા લોકો તેની મજાક ઉડાવે છે, પછી તેનો વિરોધ કરે છે, પછી તે સ્વીકારે છે.

ગોધરાકાંડને યાદ કર્યો

પીએમ મોદીએ કહ્યું કે,” 2001માં આવેલા પ્રચંડ ભૂકંપ પહેલા પણ ગુજરાત લાંબા સમયથી દુકાળની સ્થિતિનો સામનો કરી રહ્યું હતું. લાખો લોકો ભૂકંપથી પ્રભાવિત થયા હતા, દરમિયાન બીજી ઘટના ગોધરાની ઘટના બની ત્યારે ગુજરાત હિંસાની આગમાં સળગી રહ્યું હતું, ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને લોકોએ નકારાત્મકતા ફેલાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેઓ વિચારતા હતા કે ગુજરાત નાશ પામ્યું છે, પરંતુ અમારી સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું અને ગુજરાતને આ નકારાત્મકતામાંથી ઉગારવા માટે યોગ્ય નિર્ણયો લીધા.”

Read More

Trending Video