Bhuj-Ahmedabad Vande Metro Train : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજથી 3 દિવસના ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે આ દરિમયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે પીએમ મોદી 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન (Vande Metro Train), ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના (Bhuj-Ahmedabad Vande Metro Train) પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને શુભારંભ કરશે.
ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી છે સજ્જ
આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટીંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો રુટ અને સમય
ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેન સેવા 16 સપ્ટેમ્બર 2024ના રોજ ભુજથી 16.05 કલાકે ઉપડશે અને 22.15 કલાકે અમદાવાદ પહોંચશે.
રૂટમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહેશે.
નિયમિત ટ્રેન સેવા ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ વંદે મેટ્રો
ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ વંદે મેટ્રો 17 સપ્ટેમ્બર 2024 થી દરરોજ (શનિવાર સિવાય) અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને 23:10 કલાકે ભુજ પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો 18 સપ્ટેમ્બર 2024 થી દરરોજ (રવિવાર સિવાય) ભુજથી 05.05 કલાકે ઉપડશે અને 10:50 કલાકે અમદાવાદ પહોંચશે.
રૂટ પર બંને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન 12 કોચવાળી વંદે મેટ્રો ટ્રેન સેટ છે.
આ પણ વાંચો : Ahmedabad: હિંદુ નામથી નકલી આર્મી મેજર બનીને વિધર્મીએ 15 થી વધુ યુવતીઓને જાળવા ફસાવી, જુઓ કેવી રીતે થયો પર્દાફાશ