PM Modi Wayanad Visit: પીએમ મોદી વાયનાડની મુલાકાત દરમિયાન હોસ્પિટલ પહોંચ્યા, પીડિતોને આપી સાંત્વના

August 10, 2024

PM Modi Wayanad Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Modi)આજે કેરળના (Kerla) વાયનાડની (Wayanad) મુલાકાતે છે. વડા પ્રધાને ભૂસ્ખલન (landslides) પ્રભાવિત વાયનાડમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું. હવાઈ ​​સર્વેક્ષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે અધિકારીઓ પાસેથી રાહત અને બચાવ કામગીરીની માહિતી લીધી. જે બાદ PM મોદી ભૂસ્ખલન પીડિતોને મળ્યા હતા.અને વડાપ્રધાને પીડિતોને સાંત્વના આપતા કહ્યું કે સરકાર તેમની સાથે છે. વાયનાડની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. આ દરમિયાન તેમણે બચાવ કાર્યની માહિતી લીધી હતી. ભવિષ્યની વ્યૂહરચના પણ જાણી હતી.

પીએમ મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી

હવાઈ ​​સર્વેક્ષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે અધિકારીઓ પાસેથી રાહત અને બચાવ કામગીરીની માહિતી લીધી. આ દરમિયાન પીએમ મોદી સાથે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ હાજર હતા.

પ્રધાનમંત્રી ભૂસ્ખલન પ્રભાવિત લોકોને મળ્યા

PM મોદીએ કેરળના વાયનાડની મુલાકાત દરમિયાન ભૂસ્ખલન પીડિતોને મળ્યા હતા. વડાપ્રધાને શરણાર્થી શિબિરોની મુલાકાત લીધી અને પીડિતોને મળ્યા અને પીડિતોને સાંત્વના આપી અને કહ્યું કે સરકાર તેમની સાથે છે. દરમિયાન હોસ્પિટલ પહોંચ્યા હતા અને ભૂસ્ખલન પીડિતો સાથે વાત કરી હતી. હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર અંગે માહિતી લીધી હતી.

નરેન્દ્ર મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી

વાયનાડની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે જ્યારથી મને આ ઘટનાની માહિતી મળી છે ત્યારથી હું સતત ભૂસ્ખલન અંગે અપડેટ લઈ રહ્યો છું. વડા પ્રધાને કહ્યું કે સવારે જ્યારે આ ઘટના બની ત્યારે મેં સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે અમે મદદ કરીશું. શક્ય તેટલી વહેલી તકે સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરશે. કેન્દ્ર સરકારે આપત્તિમાં મદદ માટે તમામ એજન્સીઓને તૈનાત કરી હતી. એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, પોલીસ, ડોકટરો અને દરેકે શક્ય તેટલી વહેલી તકે પીડિતોને મદદ કરવાનો પ્રયાસ કર્યો.આ એક મોટી દુર્ઘટના છે. હું મૃતકોના પરિવારજનોને ખાતરી આપવા માંગુ છું કે તેઓ એકલા નથી. અમે બધા તેની સાથે ઉભા છીએ. કેન્દ્ર સરકાર કેરળ સરકારની સાથે છે.

આ પણ વાંચો : Bangladesh Violence: પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો, ચીફ જસ્ટિસને રાજીનામું આપવાની ફરજ પડી

Read More

Trending Video