PM Modi Wayanad Visit: PM મોદી પહોંચ્યા વાયનાડ ,ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઇ નિરીક્ષણ

August 10, 2024

PM Modi Wayanad Visit: વડાપ્રધાન મોદી (PM Modi ) કેરળના (kerla) વાયનાડમાં ભૂસ્ખલન  (Wayanad landslide) પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાને સીએમ પિનરાઈ વિજયન (CM Pinarayi Vijayan) પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. વાયનાડમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો છે.

PM મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની લીધી મુલાકાત

વડાપ્રધાન મોદી આજે કેરળની મુલાકાતે છે. અહીં વાયનાડમાં  ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.  વડાપ્રધાન મોદી શનિવારે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા કુન્નુર પહોંચ્યા હતા, જ્યાં પિનરાઈ વિજયને તેમનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને મુખ્ય પ્રધાન પાસેથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ખાતરી આપી હતી કે ,રાજ્યને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

હેલિકોપ્ટરથી અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે સેનાના હેલિકોપ્ટરમાં વાયનાડ પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો ચૂરમાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામનો હવાઈ સર્વે કર્યો હતો. વડા પ્રધાનનું હેલિકોપ્ટર કાલપેટ્ટાની એક શાળામાં ઉતર્યું હતું જ્યાંથી તેઓ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તાર તરફ માર્ગ દ્વારા આગળ વધ્યા હતા.

ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો

તમને જણાવી દઈએ કે, વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો છે. 150 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. સેના અને એનડીઆરએફની ટીમ કાટમાળ નીચે અને અન્ય સંભવિત સ્થળોએ ગુમ થયેલા લોકોને શોધી રહી છે.

પીએમ મોદીની મુલાકાતને લઈને રાહુલ ગાંધીએ શું કહ્યું ?

વાયનાડની ઘટનાને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગ કરનારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વાયનાડની ઘટના સામાન્ય નથી. વડાપ્રધાન મોદી શનિવારે કેરળની મુલાકાતે છે ત્યારે મને ખાતરી છે કે તેઓ ત્યાંની પરિસ્થિતિ જોઈને ચોક્કસ રાષ્ટ્રીય આફત જાહેર કરશે. વાયનાડની ઘટનાને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગણી કરતા રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે.

કેરળમાં વરસાદની ચેતવણી

કેરળમાં વરસાદ ફરી એક મોટો ખતરો ઉભો કરી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી અહીં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે લોકોને ઘરની અંદર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : “જેલના તાળા ટૂટશે અને કેજરીવાલ છૂટશે….” Manish Sisodia ના ભાજપ પર આકરા પ્રહારો

Read More

Trending Video