PM Modi Ukraine Visit: યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky સાથે ખભા પર હાથ રાખીને વાત કરતા જોવા મળ્યા PM Modi

August 23, 2024

PM Modi Ukraine Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પોલેન્ડની (Poland) બે દિવસની મુલાકાત બાદ યુક્રેનની (Ukrain) મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓ સ્પેશિયલ રેલ ફોર્સ વન દ્વારા કિવ પહોંચ્યા છે. લગભગ દસ કલાકની ટ્રેનની મુસાફરી પછી તે કિવ પહોંચ્યો. તે અહીં સાત કલાક રોકાશે. આ સમય દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ( Zelensky) સાથે બહુપ્રતીક્ષિત મુલાકાત કરશે. આ પહેલા કિવ પહોંચીને તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.

PM મોદી કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીને મળ્યા

પીએમ મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા કિવ જશે. તે પછી ઝેલેન્સકી સાથે વાત કરશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની યુક્રેનની મુલાકાત સાત કલાક સુધી ચાલશે. આ પ્રવાસની ક્ષણ-ક્ષણ અપડેટ્સ માટે અહીં જોડાયેલા રહો.

 રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન મોદીએ કિવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા, જ્યાં બંને નેતાઓએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો :  Ganesh Gondal Case : ગણેશ ગોંડલની જન્માષ્ટમી જેલમાં જશે , હવે આ તારીખે આવશે ચુકાદો

Read More

Trending Video