PM Modi in FinTech Fest: ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં PM Modi એ કહ્યું-‘તેઓ મારા જેવા ચાવાળાને આ પૂછતા હતા ફિનટેક ક્રાંતિ કેવી રીતે આવશે?

August 30, 2024

PM Modi in FinTech Fest: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે ​​મુંબઈમાં જિયો કન્વેન્શન સેન્ટર (Jio Convention Center in Mumbai) ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024 (Global FinTech Fest 2024) ઈવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ (congress) દ્વારા પીએમ મોદીની આ મુલાકાતનો વિરોધ કર્યો હતો. અનેક જગ્યાએ દેખાવો કરવામા આવ્યા હતા. તેમજ કોંગ્રેસના કેટલાક નેતાઓને કેદ પણ કરવામા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પીએમ મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં તેમના સંબોધન દરમિયાનભારતમાં ફિનટેક ક્રાંતિ વિશે પ્રશ્નો ઉઠાવનારા વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કટાક્ષ કર્યો કે જ્યારે માતા સરસ્વતી તેમની બુદ્ધિ વહેંચી રહી હતી ત્યારે આ લોકો રસ્તામાં ઉભા હતા. તેમના સંબોધનમાં પીએમ મોદીએ ભારતની ફિનટેક ક્રાંતિ, તેની વિવિધતા અને તેની અસર વિશે ચર્ચા કરી હતી.

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પીએમ મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન ભારતની ફિનટેક ક્રાંતિના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેના દ્વારા વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે ભારતે છેલ્લા દાયકામાં ફિનટેકના ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ કરી છે અને તે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ફિનટેકે ભારતમાં નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ કર્યું છે અને તેની અસર આવનારા સમયમાં વધુ વ્યાપક હશે.

ફિનટેક ક્રાંતિ પર વિપક્ષના પ્રશ્નોના જવાબ

વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે કેટલાક લોકો સંસદમાં ઉભા થઈને પ્રશ્નો પૂછતા હતા. તેમણે પોતાની જાતને એક વિદ્વાન માનતા અને પૂછ્યું કે જ્યારે બેંકની શાખાઓ નથી, ઇન્ટરનેટ અને બેંકિંગ સુવિધાઓ નથી અને વીજળી પણ નથી ત્યારે ભારતમાં ફિનટેક ક્રાંતિ કેવી રીતે થઈ શકે છે. આ સવાલોને પાયાવિહોણા ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આજે માત્ર એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા 6 કરોડથી વધીને 94 કરોડ થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે આજે ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેની પાસે ડિજિટલ ઓળખ એટલે કે આધાર કાર્ડ ન હોય. 53 કરોડથી વધુ લોકો પાસે જન ધન બેંક ખાતા છે અને ભારતે છેલ્લા 10 વર્ષમાં યુરોપિયન યુનિયનની વસ્તી જેટલા લોકોને બેંકિંગ સિસ્ટમમાં ઉમેર્યા છે. આ બધા તે ફિનટેક ક્રાંતિના પરિણામો છે, જે એક સમયે અશક્ય માનવામાં આવતું હતું.

છેલ્લા 10 વર્ષમાં ભારતના ફિનટેક સેક્ટરમાં $31 બિલિયનનું રોકાણ

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો ભારત આવતા હતા અને આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા, પરંતુ આજે જ્યારે લોકો ભારત આવે છે ત્યારે તેઓને આપણી ફિનટેકની વિવિધતા જોઈને આશ્ચર્ય થાય છે. એરપોર્ટ પર ઉતરાણથી લઈને ખરીદી કરવા સુધી, ભારતની ફિનટેક ક્રાંતિ દરેક જગ્યાએ દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતના ફિનટેક સેક્ટરમાં $31 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે, જે આ ક્રાંતિની સફળતા દર્શાવે છે.

ફિનટેકથી ભારતને શું ફાયદા થયા ?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ફિનટેકે ભારતમાં નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ કર્યું છે. આજે, સેંકડો સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી ડિજિટલ માધ્યમથી પહોંચી રહ્યો છે. કોરોનાના મુશ્કેલ સમયમાં પણ ભારતની બેંકિંગ સિસ્ટમ કોઈપણ અવરોધ વિના ચાલતી રહી. પીએમ મોદીએ કહ્યું કે ભારતે સાયબર છેતરપિંડી બંધ કરી દીધી છે અને દરેક ગામડા સુધી બેંકિંગ લઈ ગઈ છે. તેમણે કહ્યું કે ચલણથી QR કોડ સુધીની સફરમાં સદીઓ લાગી, પરંતુ હવે આપણે દરરોજ કંઈક નવું જોઈ રહ્યા છીએ.

પીએમ મોદીએ ફિનટેકના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી

ગ્લોબલ ફિનટેક ફેસ્ટના ભવિષ્યની ચર્ચા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ફિનટેક ફેસ્ટની પાંચમી આવૃત્તિ છે અને જ્યારે તેઓ 10મી આવૃત્તિમાં આવશે ત્યારે તે કંઈક એવું હશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેમણે કહ્યું કે તેણે કેટલાક સ્ટાર્ટઅપ લોકોને 10-10 હોમવર્ક આપ્યું છે, કારણ કે તે સમજે છે કે એક મોટી ક્રાંતિ લાવવાની છે અને તેનો પાયો આજે અહીં નાખવામાં આવી રહ્યો છે. આ વિશ્વાસ સાથે, પ્રધાનમંત્રીએ ફિનટેકના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : Cyclone Asna Alert: ગુજરાતમાં અસના વાવાઝોડાની શું થશે અસર, રાજ્યને વાવાઝોડામાંથી ક્યારે મળશે મુક્તિ? જાણો પરેશ ગોસ્વામીએ શું કહ્યું

Read More

Trending Video