PM Modi Singapore Visit: સિંગાપુરમાં પીએમ મોદીનો અનોખો અંદાજ, મહારાષ્ટ્રીયન ધૂન પર વગાડયો ઢોલ

September 4, 2024

PM Modi Singapore Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આ દિવસોમાં વિદેશ પ્રવાસ પર છે. ત્યારે આજે બુધવારે તેઓ સિંગાપોર (Singapore) પહોંચ્યા હતા જ્યાં એનઆરઆઈ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન પીએમ મોદી પણ મહારાષ્ટ્રીયન ધૂન પર ઢોલ વગાડતા જોવા મળ્યા હતા.

સિંગાપોર પહોંચ્યા પીએમ મોદી

બ્રુનેઈની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ભારતના વડાપ્રધાન તેમની મુલાકાતના બીજા તબક્કામાં સિંગાપોર પહોંચ્યા છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમને મળશે અને સિંગાપોરના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.

પીએમ મોદીનો ઢોલ વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

પીએમ મોદીનો ઢોલ વગાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેમાં જીવનના તમામ ક્ષેત્રના લોકો હળવાસની પળો માણતા જોવા મળ્યા હતા અને સિંગાપુરમાં તેમનું સ્વાગત કરી રહ્યા હતા, જ્યાં તેઓ લગભગ છ વર્ષ પછી તેમની પ્રથમ મુલાકાતે છે. બાદમાં એક મહિલાએ પણ વડાપ્રધાનને રાખડી બાંધી હતી અને ઘણા લોકોએ આ પ્રસંગે તેમની સાથે સેલ્ફી લેવા પણ પડાપડી હતી. પીએમ મોદી જ્યાં રોકાયા છે તે હોટલમાં હાજર એક વ્યક્તિને તેણે પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

પીએમ મોદી સિંગાપોરના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને અલગ-અલગ મળશે

ચાંગી એરપોર્ટ પર અધિકારીઓ દ્વારા વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારતીય ડાયસ્પોરા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી બાદમાં તેમના સમકક્ષ લોરેન્સ વોંગ, પ્રમુખ થર્મન શનમુગરત્નમ, વરિષ્ઠ મંત્રી લી સિન લૂંગ અને એમેરિટસ વરિષ્ઠ મંત્રી ગોહ ચોક ટોંગને મળશે.

આ પણ વાંચો : Vadodara: ગણેશ પંડાલ બાંધતા સમયે એકસાથે 15 યુવાનોને કરંટ લાગ્યો, એકનું ઘટનાસ્થળે મોત

Read More

Trending Video