PM Modi Russia Visit: પીએમ મોદી રશિયા જવા થયા રવાના, 16મી બ્રિક્સ સંમેલમાં લેશે ભાગ

October 22, 2024

PM Modi Russia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રશિયા (Russia) જવા રવાના થઈ ગયા છે. પીએમના રશિયા પ્રવાસ પહેલા કઝાન શહેરમાંથી ખાસ તસવીરો સામે આવી છે. પીએમ મોદીને આવકારવા માટે NRIઓએ હોર્ડિંગ્સ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબરે રશિયાની મુલાકાત લેશે. યજમાન રશિયાની અધ્યક્ષતામાં અહીં 16મી BRICS સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કઝાનમાં આયોજિત બ્રિક્સ દેશોના સંમેલન સિવાય પીએમ મોદી બ્રિક્સના સભ્ય દેશો અને કઝાનમાં આવનાર અન્ય આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.

પીએમ મોદી રશિયા જવા થયા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે મંગળવારે રશિયાના કઝાન જવા રવાના થશે. ગયા વર્ષે તેના વિસ્તરણ પછી જૂથની આ પ્રથમ સમિટ હશે. સમિટ મંગળવારથી શરૂ થશે અને ચર્ચાનો મુખ્ય દિવસ બુધવારે રહેશે. પીએમ મોદી રશિયા રવાના થતા પહેલા ભારતે કહ્યું કે બ્રિક્સ માટે ભારત ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોદી કઝાનમાં બ્રિક્સ સભ્ય દેશોના તેમના સમકક્ષો અને આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે તેવી અપેક્ષા છે. પીએમ મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ બ્રિક્સ સમિટ માટે રશિયા જઈ રહ્યા છે.

BRICS જૂથમાં  આ દેશોનો સમાવેશ

BRICS જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (2010 માં જોડાયા) અને હવે ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, “ભારત બ્રિક્સ માટે ખૂબ મહત્વ ધરાવે છે અને તેના યોગદાનએ આર્થિક વૃદ્ધિ, ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાસન સુધારણા જેવા ક્ષેત્રોમાં બ્રિક્સ પ્રયાસોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

 ચર્ચાનો મુખ્ય દિવસ બુધવારે રહેશે

સમિટ મંગળવારથી શરૂ થશે અને ચર્ચાનો મુખ્ય દિવસ બુધવારે રહેશે. “અમે બ્રિક્સમાં અમારી સહભાગિતા અને પ્રવૃત્તિઓને ખૂબ મહત્વ આપીએ છીએ, કારણ કે અમે તેને વૈશ્વિક બહુધ્રુવીયતાની મુખ્ય અભિવ્યક્તિ તરીકે જોઈએ છીએ,” મિસરીએ કહ્યું.

વિદેશ સચિવે શું કહ્યું ?

વિદેશ સચિવે જણાવ્યું હતું કે જૂથ વૈશ્વિક પડકારોને સંબોધવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે પણ કામ કરે છે, જ્યારે એક વધુ ન્યાયી, વધુ સમાવિષ્ટ અને મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં પણ યોગદાન આપે છે. “નેતાઓ પણ  કઝાન ઘોષણા અપનાવે તેવી અપેક્ષા છે, જે BRICS માટે આગળનો માર્ગ મોકળો કરશે.

જિનપિંગ અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે?

પીએમ મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ રશિયામાં યોજાનારી બ્રિક્સ સમિટ માટે રશિયા જઈ રહ્યા છે. સોમવારે, ચીને જિનપિંગની રશિયાની મુલાકાત પર કહ્યું હતું કે ઉભરતી અર્થવ્યવસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતું જૂથ બહુપક્ષીયવાદને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ સકારાત્મક અને સ્થિર શક્તિ છે. જો કે જિનપિંગ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાત સંબંધિત પ્રશ્નને ટાળવામાં આવ્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલયે પીએમ મોદી  અને  શી જિનપિંગ વચ્ચેની સંભવિત બેઠક અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું

ચીનના વિદેશ મંત્રાલયે રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની સંભવિત બેઠક અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જો કંઈપણ પ્રકાશમાં આવશે તો અમે તમને જાણ કરીશું.

આ પણ વાંચો : વિદેશ મંત્રી S Jaishankar એ કેનેડા સાથેના તણાવ, ચીન સાથે વિવાદ અને પાકિસ્તાનની તેમની મુલાકાત વિશે ખુલીને વાત કરી

Read More

Trending Video