‘તો હું વડાપ્રધાન મોદીને મારી નાખીશ….’ જાણો PM Modi ને કોને આપી મારી નાખવાની ધમકી

March 5, 2024

Threatens to Kill PM Modi: PM Modi ને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત જાણકારી મુજબ કર્ણાટકના એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ને મારી નાખવાની ધમકી આપી છે. આ શખ્સનું નામ મોહમ્મદ રસૂલ કાદ્દર (Mohammed Rasool Kaddare) છે જેને સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કરી આ ધમકી આપી છે.

PM Modi ને જાનથી મારી નાખવાની ધમકી

પ્રાપ્ત જાણકારી મુજબ કર્ણાટકમાં મોહમ્મદ રસૂલ કાદ્દરે (Mohammed Rasool Kaddare) નામના આ શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો હતો જેમાં તે હાથમાં તલવાર લઈને પીએમ મોદીને ( PM Modi) ધમકી આપી રહ્યો છે કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની તો હું વડાપ્રધાન મોદીને મારી નાખીશ.

પોલીસે હાથ ધરી તપાસ

આ મામલામાં યાદગીરી સુરપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વ્યક્તિ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને શોધખોળ શરુ કરી હતી, ત્યારે વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરનાર અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ મોહમ્મદ રસૂલ કદ્દરે તરીકે થઈ છે. તે મૂળ રંગમપેટ, સુરાપુર, યાદગીરી જિલ્લાનો છે. રસૂલ પહેલા હૈદરાબાદમાં મજૂર તરીકે કામ કરતો હતો. તેની શોધમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :  આજે કમલમમાં ફરી વેલકમ પાર્ટી, અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર કરશે કેસરિયા

Read More

Trending Video