PM Modi Poland Ukraine Visit: PM Modi મોદી આજથી ત્રણ દિવસ Poland-Ukraine ના પ્રવાસે, 45 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રી લેશે પોલેન્ડની મુલાકાત

August 21, 2024

PM Modi Poland Ukraine Visit: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. માત્ર પોલેન્ડ જ નહીં પરંતુ પીએમ મોદી યુક્રેનની પણ મુલાકાત લેશે.

PM Modi આજથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે રવાના થઈ રહ્યા છે. ત્યાં રહેતા ભારતીય સમાજમાં આને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ ત્યાં પીએમ મોદીના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી 21 થી 23 ઓગસ્ટ સુધી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે છે. પીએમ મોદી 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે. આ પછી તેઓ 23 ઓગસ્ટે યુક્રેન જશે. પીએમ મોદી પોલેન્ડથી ટ્રેનમાં કિવ જશે. આમાં લગભગ 10 કલાક લાગશે. પરત ફરવામાં પણ એટલો જ સમય લાગશે. 45 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાત લેશે.

આ મુલાકાત કેમ છે ખાસ ?

વડાપ્રધાન મોદીની આ વખતે યુક્રેનની મુલાકાત ખાસ છે કારણ કે, પીએમ મોદીએ તાજેતરમાં જ રશિયાની મુલાકાત લીધી હતી, જેના પર અમેરિકા સહિત સમગ્ર યુરોપે નારાજગી વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી

પોલેન્ડની મુલાકાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે તેઓ વોર્સો જઈ રહ્યા છે. પોલેન્ડની આ મુલાકાત ખાસ સમયે આવી છે કારણ કે આપણે આપણા રાષ્ટ્રો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોના 70 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. પીએમ મોદીએ આગળ લખ્યું કે ભારત પોલેન્ડ સાથે ઊંડી મિત્રતાને ચાહે છે. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડા અને વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે વાત કરીશ અને આ સાંજના કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરીશ.

યુદ્ધમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં પોલેન્ડની સરકારનો ફાળો

તમને જણાવી દઈએ કે પોલેન્ડમાં ભારતીય સમુદાયના લગભગ 25 હજાર લોકો રહે છે. જેમાંથી 5000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન પોલેન્ડની સરકાર અને લોકોએ યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મોટો ફાળો આપ્યો હતો.ઓપરેશન ગંગા દરમિયાન પણ પોલેન્ડે ભારતને સંપૂર્ણ મદદ કરી હતી અને વર્ષ 2022માં 4000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી પોલેન્ડ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા.

દુનિયાની નજર પીએમ મોદી પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના ધ્વજ દિવસ નિમિત્તે યુક્રેનની મુલાકાતે જવાના છે. ભારત અને યુક્રેન વચ્ચે ઘણા દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ થઈ શકે છે. આ બધાની વચ્ચે આખી દુનિયાની નજર પીએમ મોદી પર ટકેલી છે.

આ પણ વાંચો : Banaskantha :જૈન સમાજની બેઠકમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન, ‘મારો ભાઈ હોય તો પણ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે…’

Read More

Trending Video