PM Modi : ગુજરાત જે મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતું હતું. તે જ ગુજરાત આજે દુષ્કર્મ, અને મહિલા છેડતીનુ હબ બન્યું છે. જો કોઈ આજે એવું કહે કે મહિલાઓ અને બાળકીઓ ગુજરાતમાં સુરક્ષિત છે. તો આજે એ મજાક જેવું લાગે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત મહિલાઓ અને બાળકીઓ સાથે વધતા એ દુષ્કર્મની અને તેની સાથે જ આ મામલે પીએમ મોદીએ શું કહ્યું તેની કરીએ.
મહિલા અત્યાચારના કેસોમાં ક્યારે એક્શન લેવાશે ?
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ રહી છે. પરંતુ શું ગુજરાતમાં આ ઉજવણી કરવાનો અધિકાર ખરો ? ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ અને બાળકીઓ સતત દુષ્કર્મનો શિકાર બની રહી છે. અને પોલીસ કાર્યવાહીના નામે માત્ર એ નરાધમોને પકડીને જેલમાં નાખી બચાવવાના કામ કરતી હોય તેવું લાગે છે. આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હંમેશા મહિલા સુરક્ષાની વાતો કરે છે. પોલીસની કાર્યવાહીની વાતો કરે છે. પણ શું સમય પર આ મામલે કોઈ કાર્યવાહી થાય છે ખરી ? કેટલા દોષિતોને સજા કરવામાં આવે છે ? કાયદો અને વ્યવસ્થા માત્ર ચોપડે જ જોવા મળે છે.
પીએમ મોદીએ મહિલાઓને લઈને કાયદાઓ વિશે શું કહ્યું ?
હવે આજે નવસારીમાં મહિલા દિવસની ઉજવણી હેઠળના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય ન્યાય સંહિતામાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધો મામલે એક અલગ અધ્યાય જોડવામાં આવ્યો છે. પીડિત મહિલાઓ સહીત સહુ કોઈની ફરિયાદ હતી કે અપરાધ થયા બાદ પીડિત દીકરીઓને તારીખ ઉપર તારીખ આપવામાં જ સમય જતો સમય જતો રહે છે. ન્યાય માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાં 60 દિવસની અંદર આરોપો નક્કી કરવામાં આવે, 45 દિવસની અંદર ફેંસલો સંભળાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, પહેલા પીડિતોએ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવી પડતી હતી. પણ હવે કોઈ પણ જગ્યાએથી E-FIR નોંધાવી શકાય છે. જેના કારણે પોલીસને પણ ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આસાની રહેતી હોય છે. ઝીરો FIRના પ્રાવધાન હેઠળ કોઈ પણ મહિલા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે. વધુ એક નિયમ એવો પણ બનાવાવમાં આવ્યો છે કે પીડિત મહિલાઓ પોતાનું નિવેદન ઓડિયો વીડિયોના માધ્યમથી પણ આપી શકાય છે. હવે મેડિકલ રિપોર્ટ પણ 7 દિવસની અંદર તૈયાર થઇ જવો જોઈએ. આ નિયમોને કારણે મહિલાઓને જલ્દી ન્યાય મળતો થયો છે. આવું આપણા વડાપ્રધાને મહિલા દિવસે જાહેર મંચ પરથી કહ્યું છે.
હર્ષ ભાઈ સાંભળીલો મોદી સાહેબને… #harshsanghvi #narendramodi #viralvideos #gujarat #nirbhaynews pic.twitter.com/sDVjGKPF4C
— Nirbhaynews (@nirbhaynews1) March 8, 2025
હર્ષભાઈ વડાપ્રધાને તો કહી દીધું, હવે તો જાગો !
હવે અમે હર્ષભાઈ આપને કહીએ છીએ કે, સાહેબે તો આટલું કહી દીધું છે. તો આ કાયદાઓનો અમલ ગુજરાતમાં તો કરો. મહિલાઓ અને બાળકીઓ સાથે બનતા દુષ્કર્મ અને અત્યાચારના કેસોમાં હવે તો ન્યાય આપવો. કદાચ આપણી ગુજરાત પોલીસ અને કાયદા વ્યવસ્થાને આ પ્રકારના કાયદાઓની જાણ જ નથી લગતી. નહિ તો આટલી બધી દીકરીઓ ગુજરાતમાં ન્યાય માટે વલખા ન મારતી હોત.
આ પણ વાંચો : Gujarat Police : ગુજરાત પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાની જાહેરાત