Gujarat Rain : ગુજરાતમાં (Gujarat) છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે (Heavy rain) ભારે તારાજી સર્જી છે.ભારે વરસાદને કારણે જાનમાલને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રી તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ પર ગ્રાઉન્ડ પર જઈને નિરિક્ષણ કરી રહ્યા છે. ત્યારે આ મામલે પીએમ મોદી (PM modi) પણ ચિંતિત છે. આજે ફરી એક વાર પીએમ મોદીએ ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) સાથે ટેલિફોનિક વાત કરી હતી અને આ સમગ્ર મામલે માહિતી મેળવી હતી.
Gujarat માં વરસાદ ની સ્થિતિ અંગે PM MODI એ મેળવી વિગતો
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે. તેમણે X પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી.’
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી…
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 29, 2024
PM MODI એ વિશ્વામિત્રી નદીના પૂર અંગે વ્યક્ત કરી ચિંતા
તેમણે વધુમાં લખ્યું હતું કે, ‘વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માનનીય પ્રધાનમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું, અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.’
આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ, દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો