PM Modi met SC-ST MPs:સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ભાજપના SC/ST સાંસદો PM મોદીને મળવા દોડી ગયા , જાણો સાંસદોએ પીએમ મોદીને શું રજુઆત કરી ?

August 9, 2024

PM Modi met SC-ST MPs: ભારતીય જનતા પાર્ટીના (BJP) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) સાંસદો શુક્રવારે વડાપ્રધાન મોદીને (PM MODI) મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીને તમામ સાંસદોએ સંયુક્તરૂપે એસસી/એસટી માટે ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ટિપ્પણી મામલે એક આવેદન સોંપ્યું હતું અને સાથે જ માંગ કરી હતી કે આ ચુકાદો અમારા સમાજમાં લાગુ ન કરવો જોઈએ.ત્યારે પીએમ મોદીએ પણ આ મામલે વિચાર કરવા માટે આશ્વાસન આપ્યું હતું.

સુપ્રિમ કોર્ટના નિર્ણયથી SC/ST નેતાઓનું ટેન્શન વધ્યું

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીમાં નવી પેટા કેટેગરી બનાવી શકાય છે અને આ અંતર્ગત સૌથી પછાત વર્ગને અલગ અનામત આપી શકાય છે.

રાજકીય મહત્વાકાંક્ષાના આધારે નિર્ણય લઈ શકાશે નહીં

હાલમાં, દેશમાં અનુસૂચિત જાતિ (SC) ને 15 ટકા અને અનુસૂચિત જનજાતિ (ST) ને 7.5 ટકા અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, SC અને ST જાતિઓ માટે આ 22.5 ટકા અનામતની અંદર રાજ્ય સરકારો SC અને STના નબળા વર્ગો માટે અલગ ક્વોટા નક્કી કરી શકશે.રાજ્ય સરકારોને તેની મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યો તેમની ઈચ્છા અને રાજકીય મહત્વાકાંક્ષાના આધારે નિર્ણય લઈ શકતા નથી. જો આમ થશે તો તેમના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે.

ભાજપના SC/ST સાંસદોએ પીએમ મોદીને કરી રજુઆત

સુપ્રિમ કોર્ટે કરેલા આ નિર્ણયના કારણે એસસી/એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોનું ટેન્શન વધી ગયું છે.   હવે  મરજી કે રાજકીય લાભના આધારે નિર્ણય નહીં ચલાવી લેવાય. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજકીય ઉથલપાથલ વધી રહી છે. આ મામલે ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલ તેમજ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ વિરોધ કર્યો હતો. ત્યારે હવે ભાજપના સાંસદો આજે દિલ્હીમાં પીએમ મોદીને મળવા પહોંચ્યા  હતા અને આ નિર્ણય ન લાગુ કરવાામાં આવે તેવી રજુઆત કરી હતી. જો કે હવે જોવું રહ્યું કે, પીએમ મોદી સુપ્રિમ કોર્ટના આ નિર્ણય પર કંઈ કરી શકે છે નહીં.

આ પણ વાંચો : ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે નોરમોલાઈઝ માર્કસ જાહેર કરાયા, ઓરીજનલ માર્કસ ન જાહેર કરાતા ઉમેદવારોએ ગૌણ સેવાનો લીધો ઉધડો

Read More

Trending Video