PM Modi Meets Indian Cricket Team: PM Modiએ વિશ્વ વિજેતા ખેલાડીઓનું ખાસ અંદાજમાં કર્યું સ્વાગત

July 4, 2024

PM Modi Meets Indian Cricket Team: T20 વર્લ્ડ કપ (T20 World Cup ) જીતીને બાર્બાડોસથી (Barbados) દિલ્હી (Delhi) પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team ) ગુરુવારે (4 જુલાઈ, 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) મળી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ 15 ખેલાડીઓ PM મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024 જીતીને આજે સ્વદેશ પરત ફરી છે. ફાઈનલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં જ અટકી ગઈ હતી. તેમને સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવી છે. એરપોર્ટથી ટીમ ઈન્ડિયા દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી હતી. ત્યાંથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે.દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના સભ્યો સાથે વાત કરતા જોવા મળે છે. વડાપ્રધાન મોદીને મળવા માટે ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા.

પીએમ મોદીએ ખેલાડીઓ સાથે કરી વાતચીત

ભારતીય ક્રિકેટ ટીમ સાથે વાત કરતી વખતે વડાપ્રધાન મોદી ખૂબ જ ખુશ દેખાય છે. આ દરમિયાન પીએમ મોદીએ T20 વર્લ્ડ કપની ટ્રોફી પણ હાથમાં લીધી હતી. વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ ભારતીય ટીમને નાસ્તા માટે આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચો :  Rahul Gandhi Hathras Visit: રાહુલ ગાંધી હાથરસ દુર્ઘટનામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરશે

Read More

Trending Video