Ahmedabad : PM Modi એ સાયન્સ સીટી ખાતેના રોબોટિક સેન્ટરનું નિરીક્ષણ કર્યું

અહીં તેઓ ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.

September 27, 2023

Ahmedabad News :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. PM મોદી 5206 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.આજે તેઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ સાયન્સ સીટી ખાતે આવી ગયા છે. અહીં તેઓ ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.

 PM Modi એ રોબોટિક સેન્ટરનું નિરીક્ષણ કર્યું

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી આવી પહોંચ્યા છે.  PM મોદી અમદાવાદમાં સાયન્સ સિટી ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ માટે તેઓ સાયન્સ સિટી ખાતે આવી ગયા છે. તેઓએ સાયન્સ સીટી ખાતેના રોબોટિક સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમદાવાદમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય રાજ્યને ઉદ્યોગ અને વેપારના વૈશ્વિક સ્તર પર અગ્રેસર બનાવવાનો હતો.

બોડેલી ખાતે આયોજીત કાર્યક્રમમાં આપશે હાજરી

આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી બોડેલી ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. અને બોડેલીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરા પહોંચશે. જ્યાં નારી શક્તિ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે.

કરોડોના વિકાસ કાર્યોની ભેટ 

વડાપ્રધાન મોદી હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે આ મુલાકાત દરમિયાન તેઓ શિક્ષણ ક્ષેત્રને લગતા રૂ. 4500 કરોડના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે અને આદિવાસી બહુલ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં જાહેર સભાને સંબોધશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના છોટા ઉદેપુરમાં 22 જિલ્લાઓમાં ગ્રામીણ વાઇ-ફાઇ સુવિધાઓ સહિત રૂ. 5,206 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.
  • મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ રૂ. 4,505 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
Read More

Trending Video