PM Modiએ મહાત્મા મંદિર ખાતે Re-Invest 2024 નો શુભારંભ કરાવ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર

September 16, 2024

PM Modi in Gujarat : વડાપ્રધાન મોદી (PM Modi) હાલ ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. પીએમ મોદી ગઈકાલે સાંજથી અમદાવાદ  (Ahmedabad) પહોંચી ગયા છે.ત્યારે આજે PM મોદી ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે. તેઓ અન્ય અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની (Re-Invest 2024) શરૂઆત કરાવી હતી.

PM Modiએ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર રહ્યા હતા.

ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગાંધીનગર પહોંચ્યા

ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અન્ય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગાંધીનગર, ગુજરાત પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાત પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ મળ્યા હતા.

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવનું નિવેદન

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, “PM મોદીના નેતૃત્વમાં સરકાર વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે. PM મોદીના ગુજરાત મોડલે વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે વિકાસ સુનિશ્ચિત કર્યો છે… આ અંતર્ગત, ગુજરાત એક કાર્યક્રમ છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, હાઇડ્રો ઇલેક્ટ્રીક ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે…”

આ સમિટમાં અનેક દેશો પણ સામેલ

મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તર પ્રદેશે એક્સ્પો સમિટમાં ભાગ લીધો છે. આ વર્ષે, સમિટના મુખ્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારોમાં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે જેવા દેશો પણ સામેલ છે.

40 થી વધુ સત્રોનું આયોજન

નોંધનીય છે કે પ્રથમ રિ-ઈન્વેસ્ટ ઈન્ડિયાનું આયોજન વર્ષ 2015માં, બીજું 2018માં અને ત્રીજું રિ-ઈન્વેસ્ટ ઈન્ડિયાનું વર્ષ 2020માં આયોજન કરવામાં આવ્યું હતું. આ ચોથી રિ-ઈન્વેસ્ટ સમિટ છે, જેમાં 40 થી વધુ સત્રોનું આયોજન કરવામાં આવશે. હજારો પ્રતિનિધિમંડળો તેનો ભાગ બનશે. રી-ઇન્વેસ્ટ 2024 ની થીમ ‘મિશન 500 GW’ છે.

રિ-ઈન્વેસ્ટ સમિટ શું છે ?

તમને જણાવી દઈએ કે રિ-ઈન્વેસ્ટ સમિટ એ ભારત સરકારનો એક મુખ્ય કાર્યક્રમ છે જે વિશ્વને ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા દર્શાવવા અને બહુપક્ષીય વાટાઘાટો શરૂ કરીને આ ક્ષેત્રમાં રોકાણ આકર્ષિત કરવાનો છે.

આ પણ વાંચો :  Sanjay Raut on PM Modi:’PM મોદીનું મગજ સડેલું છે’, સંજય રાઉતનું વિવાદિત નિવેદન

Read More

Trending Video