PM Modi In Maharashtra : મહારાષ્ટ્રમાં (Maharashtra) છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા (Chhatrapati Shivaji statue) તોડવાના મુદ્દે રાજકારણ (Politics) ગરમાયું છે. રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. ત્યારે PM મોદી આજે મહારાષ્ટ્રના પાલઘરમાં શિલાન્યાસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે પોતાના સંબોધન દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને સ્ટેજ પર હાથ જોડીને માથું નમાવીને માફી માંગી હતી.
પીએમ મોદીએ છત્રપતિ શિવાજીની મૂર્તિ તૂટી જવા મુદ્દે આપ્યું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેણે પાલઘરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે તેમનું સન્માન કર્યું હતું. PM મોદીએ અહીં 76,000 કરોડ રૂપિયાના વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે આશરે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ પહેલા તેણે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને પણ સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પોતાના ભાષણની શરૂઆતમાં તેમણે માલવણમાં બનેલી ઘટના માટે માફી માંગી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ભારતના મહાન સપૂત વીર સાવરકરનું અપમાન થયું છે. તેઓ માફી માંગતા નથી. તેઓ કોર્ટમાં જવા તૈયાર છે. જો કે આપણી સંસ્કૃતિ અલગ છે. આ દરમિયાન ભૂતકાળમાં શત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવા અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, શિવાજીની પ્રતિમા પડવા બદલ હું માથું ઝુકાવીને માફી માંગુ છું. અમારા માટે આરાધ્ય દેવતા છત્રપતિ શિવાજી મહારાજથી મોટું કંઈ નથી.
#WATCH | Palghar, Maharashtra: PM Narendra Modi speaks on the Chhatrapati Shivaji Maharaj’s statue collapse incident in Malvan
He says, “…Chhatrapati Shivaji Maharaj is not just a name for us… today I bow my head and apologise to my god Chhatrapati Shivaji Maharaj. Our… pic.twitter.com/JhyamXj91h
— ANI (@ANI) August 30, 2024
સીએમ શિંદેએ પણ માંગી છે માફી
તમને જણાવી દઈએ કે આ પહેલા સીએમ એકનાથ શિંદે પણ પ્રતિમા પડવાના મુદ્દે માફી માંગી ચુક્યા છે. સતત આલોચનાનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ 100 વાર મહાન શકિતશાળી શાસકના ચરણ સ્પર્શ કરવામાં અને આ ઘટના માટે માફી માંગવામાં અચકાશે નહીં. વિપક્ષ પાસે રાજકારણ કરવા માટે અન્ય મુદ્દા પણ છે, પરંતુ મહારાષ્ટ્રમાં પૂજનીય શિવાજી મહારાજને તેનાથી દૂર રાખવા જોઈએ. બીજી તરફ તાજેતરમાં સિંધુદુર્ગ જિલ્લામાં પ્રતિમા પડવાની ઘટનાને કારણે સર્જાયેલી ગરમી વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાના કારણો શોધવા માટે ટેકનિકલ કમિટીની રચના કરી છે.
શું બની હતી ઘટના ?
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બનાવવામાં આવી હતી. આ પ્રતિમાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. પરંતુ મંગળવારે આ પ્રતિમા તૂટી પડી હતી. માત્ર આઠ મહિનામાં આ પ્રતિમા ધરાશાયી થતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ પછી વિપક્ષે શાસકો પર ગંભીર આક્ષેપો કરીને અનેક આંદોલનો કર્યા હતા. તેમજ આ મામલે તપાસની માંગણી કરી હતી.
આ પણ વાંચો : Vadodara : VMC ના ભ્રષ્ટ તંત્રનો ખેલ તો જુઓ ! આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનુ ચુંકતા નથી