PM Modi Gujarat Visit : આજથી ત્રિદિવસીય ગુજરાત મુલાકાતનો પ્રારંભ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટ હિરાસર એરપોર્ટ પર આગમન

January 10, 2026

PM Modi Gujarat Visit : આજથી એટલે કે 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે છે. સોમનાથમાં ભવ્ય સ્વાભિમાન પર્વની ઉજવણી પહેલા આજે રાજકોટ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું. હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તે સમયે ત્યાં મંત્રી કુંવરજી બાવળીયા, મેયર નયના પેઢડીયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇન્ચાર્જ ડી.જી.પી. ડો. કે. લક્ષ્મીનારાયણ રાવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, કલેક્ટર ડો. ઓમપ્રકાશ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ જવા રવાના થયા હતાં.

Read More

Trending Video