PM Modi Gujarat Visit : દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
હેલિપેડ ખાતે વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધ દવે, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, અગ્રણી ડૉ.સંજય પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
