PM મોદીએ ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી, મુસાફરી માણી મજા

September 16, 2024

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદીના (PM Modi) ગુજરાત (Gujarat) પ્રવાસનો આજે બીજો દીવસ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરની (gandhinagar) જનતાને આજે મોટી ભેટ આપી છે. તેઓએ અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રોનું  (metro train) લોકાર્પણ કર્યું છે. ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ સાથે વડાપ્રધાન સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં (metro train) બેસી મુસાફરી કરી હતી.

PM મોદીએ અમદાવાદ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી

પીએમ મોદીની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કેટલાક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી. નોંધનીય છેકે ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ફેઝ 1 નું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો :  અંબાજી મેળાના નામે એસટી વિભાગની ઉઘાડી લૂંટ પર બગડ્યા ગેનીબેન , ફ્રીમાં મુસાફરીની કરી માંગ

Read More

Trending Video