PM MODI એ જામનગર- અમદાવાદ સહિત 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

PM મોદીના (PM Modi) હસ્તે આજે 9 વંદે ભારત ટ્રેનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું.

September 24, 2023

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. આ નવી વંદે ભારત ટ્રેન જામનગરથી (jamnagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડશે PM મોદીના (PM Modi)હસ્તે આજે આ ટ્રેનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું. આ દરમ્યાન PM મોદીએ કહ્યું કે, ‘એ દિવસ દૂર નથી જ્યારે વંદે ભારત દેશના દરેક ખૂણાને જોડશે’

PM મોદીએ શું કહ્યું ? 

PM મોદીએ કહ્યું કે, ‘ “વંદે ભારત ટ્રેનો પહેલેથી જ ચાલી રહી છે, હવે તેમાં નવ વધુ ઉમેરવામાં આવશે. વંદે ભારત ટ્રેનોની લોકપ્રિયતા સતત વધી રહી છે. 1,11,00,000 થી વધુ મુસાફરોએ તેમાં મુસાફરી કરી છે,”

રેલ્વે મંત્રીએ શું કહ્યું ? 

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “પીએમ મોદીના નેતૃત્વ હેઠળ રેલ્વે સેક્ટરમાં છેલ્લા નવ વર્ષમાં પરિવર્તન આવ્યું છે. ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે…”

જાણો ટ્રેનનું ટાઈમ ટેબલ

આ વંદે ભારત ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યે જામનગરથી ઉપડશે અને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામથી સાબરમતિ રેલવે સ્ટેશને 10:10 કલાકે પહોંચશે. તેમજ સાંજે 6 વાગ્યે અમદાવાદ સાબરમતીથી ઉપડશે અને રાત્રે 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આ ટ્રેન શરુ થવાથી મુસાફરોના સમયમાં બચત થશે, માત્ર ચાર કલાકમાં જામનગરથી અમદાવાદ પહોંચી જવાશે.

આ દિવસે નહીં દોડે ટ્રેન

અમદાવાદ- જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે, જેમાં જામનગરથી બુધવાર સિવાય અને અમદાવાદથી મંગળવાર સિવાય 6 દિવસ નિર્ધારિત સમય પર દોડશે. આ વંદે ભારત ટ્રેનમાં કુલ 8 કોચ હશે.

દેશમા નવી 9 વંદે ભારત ટ્રનો શરુ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ નવ ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.

જાણો કેટલું ચૂકવવું પડશે ભાડું

  • ચેર કલાસ અને એક્ઝિક્યુટિવ કલાસના ભાડાનો દર
  • જામનગરથી અમદાવાદ માટે રૂ. 955થી રૂ.1790
  • રાજકોટથી અમદાવાદ માટે રૂ.810થી રૂ.1510
  • વાંકાનેરથી અમદાવાદ માટે રૂ.740થી રૂ.1370
  • સુરેન્દ્રનગરથી અમદાવાદ માટે રૂ.610થી રૂ.1110
  • વિરમગામથી અમદાવાદ માટે રૂ.440થી રૂ.825
Read More

Trending Video