PM modi Degree cese: વિવાદના મામલે અપડેટ સામે આવ્યુ છે. સુપ્રિમ કોર્ટ તરફથી AAP સંયોજક અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટની સુનાવણી પર રોક લગાવી છે.
અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મોટી રાહત
PM Modi Degree Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત મામલામાં મોટી રાહત મળી છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલા મામલે ગુજરાત યુનિવર્સિટીએ બંને નેતાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં બંને નેતાઓને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ગયા વર્ષે માર્ચથી કેજરીવાલ અને પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા.
જાણો શું છે વિવાદ
પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો આ આખો મામલો સાત વર્ષ જૂનો છે. . એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી હતી. જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે- તેઓ CICને માહિતી આપવા તૈયાર છે પરંતુ PM MODI મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા માટે કહેવામાં આવે. જે પછી CICએ આ જવાબને આરટીઆઈ અરજી તરીકે ગણીને ગુજરાત યુનિવર્સિટી પીએમ મોદીની ડિગ્રીની વિગતો આપવાનો નિર્દેશ કર્યો હતો.
આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ગયા વર્ષના માર્ચના અંતમાં CIDના આદેશને રદ કરી દીધો હતો અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ત્યારથી બંને નેતાઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા. યુનિવર્સિટીએ બંને પર આરોપ લગાવ્યો છે કે તેમના નિવેદનથી યુનિવર્સિટીની છબી ખરાબ થઈ છે. મેટ્રોપોલિટન કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પણ જારી કર્યા હતા, પરંતુ બંને નેતાઓ કોર્ટમાં હાજર થયા ન હતા.