PM MODI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ફોન કરીને જીત પર અભિનંદન પાઠવ્યા, ખેલાડીઓની કરી પ્રશંસા

June 30, 2024

PM MODI called the players of Team India  : PM MODIએ આજે સવારે ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી અને T-20 વર્લ્ડ કપમાં (T-20 World Cup) ભારતની ( India) મજબૂત જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

PM MODI એ ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો સાથે ફોન પર વાત કરી અને ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે સાત રનથી મળેલી જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા.વાતચીત દરમિયાન વડાપ્રધાને રોહિત શર્માની શાનદાર કેપ્ટનશીપની પ્રશંસા કરી અને તેની T20 કારકિર્દીની પ્રશંસા કરી.

PM MODI એ ખેલાડીઓની કરી પ્રશંસા

ફોન પર ભારતીય ટીમને અભિનંદન આપતાં વડાપ્રધાન મોદીએ રોહિત શર્માની શાનદાર કેપ્ટનશીપની પ્રશંસા કરી અને તેની T-20 કારકિર્દીની પણ પ્રશંસા કરી. તેમણે ફાઇનલમાં વિરાટ કોહલીની ઇનિંગ્સ અને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને હાર્દિક પટેલની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચ સાથે જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને ભારતીય ક્રિકેટમાં યોગદાન બદલ રાહુલ દ્રવિડનો પણ આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે મોડી રાત્રે એક વીડિયો સંદેશ જારી કરીને ટીમ ઈન્ડિયાને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો ; Gujarat Weather Forecast:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં મેઘ મહેર, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Read More