PM Modi : Jammu Kashmir માં વડાપ્રધાનનો આક્રમક પ્રચાર, કોંગ્રેસ સહીત અન્ય પક્ષો પર પણ કર્યા આકરા પ્રહાર

September 14, 2024

PM Modi : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને રાજકીય પક્ષના કદાવર નેતાઓ જમ્મુ કાશ્મીરમાં સભા કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સભા યોજી હતી. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડા ખાતે આજે સભા સંબોધી હતી. છેલ્લા 42 વર્ષમાં આ પ્રથમ વખત કોઈ વડાપ્રધાને કાશ્મીરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ આજે તેમના સંબોધનમાં કાશ્મીરી પંડિતો, પરિવારવાદ, ભ્રષ્ટાચાર, સંવિધાન, કલમ 370, આતંકવાદ જેવા મુદ્દે વિશે વાત કરી હતી. અને સાથે જ વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા.

વડાપ્રધાનના વિપક્ષ પર આકરા પ્રહાર

પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે ” ત્રણ પરિવારોએ કાશ્મીરને બરબાદ કરી નાખ્યું. કાશ્મીરમાં એક બાજુ ત્રણ પરિવારમાં કોંગ્રેસ, નેશનલ કોન્ફ્રન્સ, પીડીપી છે. અને બીજી બાજુ જમ્મુ કાશ્મીરના યુવાનો છે. ત્રણેય પરિવારોએ જમ્મુ કાશ્મીર પર દશકો સુધી રાજ કર્યું છે. ત્રણે પરિવારના લોકોએ તેમના બાળકોને ભણાવ્યા અને તેમનું ભવિષ્ય સારું કર્યું, પણ કાશ્મીરના યુવાનો માટે કંઈ ન કર્યું. અને કાશ્મીરના યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું. અને સ્થાનિક લોકોને તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓથી પણ વંચિત રાખવામાં આવ્યા.

જમ્મુ કશ્મીરમાં આતંકવાદને લઇ શું બોલ્યા વડાપ્રધાન ?

કાશ્મીરીઓને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, ત્રણેય પરિવારએ આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું. અને કહ્યું કે, 370 કલમ હટ્યા પછી આતંકવાદની ઘટનાઓ ઘટી રહી છે. એક સમય એવો હતો, જયારે સાંજ પડતાની સાથે જ ઘાટીમાં કર્ફ્યુ લાગી જતો.અને બધી દુકાનો બંધ થઇ જતી. કેંદ્રસરકારના ગૃહમંત્રી પણ લાલ ચોક જતા ડરતા હતા. ત્યારે હવે આતંકવાદનો કાશ્મીરમાંથી સફાયો થઇ રહ્યો છે. એક તરફ દેશના વડાપ્રધાન આતંકવાદના સફાયાની વાત કરે છે. અને બીજી તરફ તેમની સભાના દિવસે જ સવારે બારામુલ્લામાં આતંકી અને સેના વચ્ચે ઘર્ષણ થાય છે. અને આજના આ હુમલામાં બે જવાનો શહિદ થયા છે ત્યારે તમે જો આ આતંકવાદને ડામી રહ્યા છો તો રોજ આપણા જવાન કેમ શહીદ થાય છે ?

આ પણ વાંચોGujarat Kshatriya Samaj : ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું નવું આહવાન, કોના નેજા હેઠળ યોજાશે આ નવો કાર્યક્રમ ?

Read More

Trending Video