Rajkumar Jant case: રાજકુમાર જાંટ કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. રાજકુમાર જાંટ કેસમાં ગણેશ ગોંડલે નાર્કોટેસ્ટ કરવાની આપી મંજૂરી, 8 ડિસેમ્બરથી ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટની મેડિકલ પ્રક્રિયા શરૂ થશે.કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટૂકડી (SIT) ના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ Ganesh Jadejaનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી. જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી છે.
નોંધનીય છે કે ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી છે. પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. મહત્વનું છે કે ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા પોલીસને જણાવ્યું હતું અને સહમત પણ થયા હતા.
કેસની તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 13 શખ્સોની સંડોવણી હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગોંડલના ખુબ જ ચકચારી રાજકુમાર જાટ કેસમાં હવે તાપસનો ધમધમાટ શરુ થયો છે. થોડા સમય પહેલા ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના યુવક ભેદી સંજોગોમાં પોતાના ઘરેથી ગાયબ થઇ ગયો હતો. જે બાદ રાજકોટ નજીક આવેલા તરઘડિયા ઓવરબ્રિજ પાસેથી તેની લાશ મળી આવી હતી. જે બાદ મૃતકના પિતાએ આ મામલામાં હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને આ કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલનો હાથ હોવાના આરોપ લગાવ્યા હતા. જે બાદ આ કેસમાં હાઇકોર્ટ દ્વારા સુરેન્દ્રનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષ સ્થાને એક તપાસ કમિટી રચવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujaratના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’નું થયું વિમોચન