Pavagadh Rain : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon 2024) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો અને ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પાવાગઢમાં પણ આજે ધોધમાર વરસાદ (Pavagadh Rain) પડ્યો હતો.

પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ
આજે સખ્ત ગરમી બાદ યાત્રાધામ પાવાગઢમાં સાર્વત્રિક વરસાદ (Pavagadh Rain)ની શરૂઆત થઇ હતી. પાવાગઢ ડુંગર પર ભારે વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પાવાગઢમાં ધોધમાર વરસાદ (Pavagadh Rain) પડતા મંદિરના પગથિયા પર પાણીના ધોધ વહેતા થયા હતા. વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે આલ્હાદક દ્રશ્યો સર્જાયા હતા. આજે વહેલી સવારે ગોધરા, કાલોલ, હાલોલ, પાવાગઢ વિસ્તારમાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. પાવાગઢ ડુંગર પર વરસાદ પડતા ખુશનુમા માહોલ સર્જાતા યાત્રાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

28 જૂન સુધી એલર્ટ
- હવામાન વિભાગે 25 જૂને ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
- હવામાન વિભાગે 26 જૂને ગુજરાતના પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે.
- હવામાન વિભાગે 27 જૂને ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 જૂને ગુજરાતના ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.