Pavagadh: પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં આક્રોશ, જવાબદારો સામે કાર્યવાહી કરવાની ઉઠી માંગ

June 17, 2024

Pavagadh: યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને (Jain idols) નુકસાન કરવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં (Jain community) ભારે રોષ વ્યાપ્યો છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષં સંઘવીએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ ચઢવાના જુના પગથીયાને લગોલગ કેટલીક પૌરાણિક મૂર્તિઓ જોવા મળે છે. સદીઓ જૂની આ પૌરાણિક મૂર્તિઓમાં જૈન ધર્મની પણ કેટલીક પૌરાણિક મૂર્તિઓ ત્યાં જોવા મળતી હોય છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ જૈન મૂર્તિઓને મંદિર ટ્રસ્ટ દ્વારા તોડફોડ કરવામા આવી છે. જૈન સ્થાપત્યોની આ ધરોહરને ટ્રસ્ટે વિકાસના નામે તોડીને કચરામાં ફેંકા દેતા ભારે હોબાળો મચ્યો છે.આ અંગે જાણ થતા જૈન સમાજના લોકો રવિવારે મોડી રાત્રે જ પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને આ તોડફોડને રોકીને જવાબદારો સામે પગલા લેવાની માંગ કરી હતી.

 પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ

જૈન સ્થાપત્યોની આ ધરોહરને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવી ફોટા સહિતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો.કેટલાક જૈન અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરી જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તૈયારી દર્શાવી હતી. પોલીસ તરફથી પણ આ મામલે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાશન આપવામાં આવ્યું છે. ત્યારે શ્વેતાંમ્બર જૈન પૌરાણિક મૂર્તિઓને કોણે નુકસાન પહોચાડ્યું છે અને તે પાછળનો ઈરાદો શું હતો તે તપાસનો વિષય બન્યો છે.

સુરતમાં જૈન સમાજનો વિરોધ

આ ઘટનાથી સમગ્ર ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ જૈન સમાજના લોકો દ્નારા આ મામલે વિરોધ કરવામા આવી રહ્યો છે. સુરતમાં પણ જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામા આવ્યો હતો.  રાત્રીના સમયે શરુ થયેલો વિરોધ હજી ચાલુ છે. રાત્રીના સમયે જૈન સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો. સમાજના લોકો દ્વારા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારી આવતા આવેદન પત્ર આપ્યું હતુ

વડોદરામાં મોડી રાત્રે જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી

ગઈ કાલે વડોદરામાં પણ મોડી રાત્રે જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં સમાધાન નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

જૈન અગ્રણીઓનું શું કહેવું છે ?

જૈન અગ્રણીઓનું કહેવું છે કે, મહાકાળી મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ અને વહીવટદારોનું આ ભયંકર દુષ્કૃત્ય છે. મંદિરના વિકાસના નામે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આવું કૃત્ય કરનારા ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ.

પાવાગઢ વિકાસ સમિતિના ટ્રસ્ટે શું કહ્યું ?

આ મામલે પાવાગઢ વિકાસ સમિતિના ટ્સ્ટનું કહેવું છે કે,, પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે, આ તોડફોડની કામગીરીંમાં જૈન તીર્થકરોની મૂર્તીઓને નુકસાન થશે. આ મૂર્તીઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે. તેમ છતાં અમારાં આદેવનપત્રની અવગણા કરીને મૂરેતીઓને તોડી નાખવામા આવી.

આ પણ વાંચો : Gujarat Weather : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘરાજાની પઘરામણી, ખંભાળીયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Read More

Trending Video