Patna Bomb Blast : વર્ષ 2013ના નરેન્દ્ર મોદી ભાજપ પક્ષના વડાપ્રધાન માટેના ઉમેદવાર હતા. દેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રેલીઓ અને સભાઓ સંબોધિત કરી રહયાં હતા. તે દરમિયાન એક જાહેર રેલી દરમિયાન એક વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટમાં 9 લોકોને સજા ફટકારવામાં આવી હતી. જેમાંથી ફાંસીની સજા રદ્દ કરીને તેમને હવે આજીવન કેદની સજા કરવામાં આવી છે.
27 ઓક્ટોબર 2013ની એ ઘટના શું હતી ?
પટનાના ગાંધી મેદાનમાં 27 ઓક્ટોબર 2013ના રોજ ભાજપ દ્વારા હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સભા દરમિયાન જ પટના સ્ટેશનના શૌચાલયની બાજુમાં પહેલો બૉમ્બ વિસ્ફોટ થયો હતો. જે બાદ ગાંધી મેદાનમાં અને તેની આજુ બાજુના વિસ્તારમાં શ્રેણીબંધ 6 જેટલા બૉમ્બ વિસ્ફોટ થયા હતા. આ બૉમ્બ વિસ્ફોટથી 6 લોકો મૃત્યુ પામ્યા હતા. અને 89 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ આતંકી ઘટના હોય NIA દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી. NIA એ તપાસ દરમિયાન 2014માં ચાર્જશીટ બનાવી હતી. અને તેમાં 187 લોકોની જુબાની લેવામાં આવી હતી .અદાલતે આ ઘટનામાં 9 આરોપીઓને સજા કરી હતી. તેમાં 4 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. સાથે જ બાકીના આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. જયારે હવે આ સજામાં ફેરફાર કરવામાં આવ્યા છે.
પટના હાઇકોર્ટે સજામાં શું કર્યા ફેરફાર ?
આજે પટના હાઇકોર્ટ જસ્ટિસ આશુતોષ કુમારની અધ્યક્ષતાવાળી બેંચે નિર્ણય આપ્યો કે, ચારેય આરોપીઓને ફાંસીની સજાને બદલીને 30 વર્ષની કેદની સજા આપવામાં આવી છે. જેમની ફાંસીની સજા ઓછી થઇ છે, તેમાં હૈદર અલી, નોમાન અંસારી, મોહમ્મદ મુજીબુલ્લાહ અંસારી અને ઈમ્તિયાઝ આલમનો સમાવેશ થાય છે. અને બીજા આરોપીઓની આજીવન કેદની સજામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : Chhota Udepur : છોટા ઉદેપુરમાં શિક્ષકોને શાળાએ પહોંચતા પડે છે હાલાકી, વિદ્યાર્થીઓનો એમાં શું વાંક હતો કુબેરભાઈ ?