Patidar Samaj : ગુજરાતમાં સૌરાષ્ટ્ર એ પાટીદારોનો ગઢ ગણાય છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ અને કડવા પટેલ વચ્ચે જંગ ચાલતો રહે છે. પરંતુ હવે તો લેઉવા પાટીદારના જ બે અગ્રણીઓનો જંગ સામે આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બે લેઉઆ પટેલ આગેવાનો વચ્ચેનો જંગ વધારે પ્રબળ બન્યો છે. સૌરાષ્ટ્રના બે લેઉઆ પટેલ આગેવાન જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે 2017થી ચાલતી કોલ્ડવોર હવે હીટવેવમાં પરિવર્તીત થઈ ગઈ છે.
હવે ભાગરૂપે જ જયેશ રાદડિયાએ નરેશ પટેલની નજીકની વ્યક્તિ દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝર બંધ કરાવ્યું છે. આમ બંને આગેવાનો વચ્ચેનો જંગ ખુલીને બહાર આવવા લાગ્યો છે. ઇફકોની ચૂંટણીમાં નરેશ પટેલે જયેશ રાદડિયા સામે મતદાન કરાવવા જણાવ્યું હતું. તેના પગલે દિનેશ કુંભાણીએ કેટલાય લોકોને જયેશ રાદડિયા સામે મતદાન કરવા અપીલ કરી હતી અને ઘણા બધાને જઈને સમજાવ્યા હતા. પણ મોરબી અને અન્ય વિસ્તારો પર જયેશ રાદડિયાની પકડના લીધે તેમની કારી ફાવી ન હતી અને જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણીમાં જીતવામાં સફળ રહ્યા હતા.
આ વિજય પછી જયેશ રાદડિયાએ તેમને નડનારાને બરોબર ઓળખી કાઢ્યા છે તેમણે નરેશ પટેલને તેમની જ ભાષામાં જવાબ આપવાનો પ્રારંભ કરતા દિનેશ કુંભાણીનું ફર્ટિલાઇઝર બંધ કરાવ્યું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના બે આગેવાનો વચ્ચેની આ હિટવોર કેવો રંગ લાવે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો : Puri Rathyatra : પુરીમાં રથયાત્રા બાદ સર્જાઈ દુર્ઘટના, ભગવાન બલભદ્રની મૂર્તિ રથમાંથી ઉતારતા લપસી, 8 લોકો ઘાયલ