banaskantha : ગુજરાતમાં (Gujarat) આદિજાતીના (tribals) વિકાની મોટી મોટી વાતો કરતી સરકાર (government) આદિવાસી વિસ્તારોમાં ( tribal areas) વિકાસ તો કરી શકી નથી પરંતુ આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન પણ પુરી પાડી શકતી નથી. તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નિકળવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાીં ભારે રોષ ફેલાયો હતો અને કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ જઈને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળા બંધી કરી હતી. ત્યારે આ દરમિયાન પોલીસ સાથે વિદ્યાર્થીઓનું ઘર્ષણ સર્જાયું હતું.
રજુઆત કરવા પહોંચેલા વિદ્યાર્થીઓ પર પોલીસનું દમન!
પાટણમાંઆદિજાતિ કુમાર છાત્રાલયમાં ભાજનમાથી દેડકો નિકળતા હંગામો મચ્યો હતો. ત્યારે આજે બનાસકાંઠામાં પણ તેના પડઘા પડ્યા છે. બનાસકાંઠામાં આદિવાસી બેલ્ટ એવા દાતા અને અમીરગઢમાં પણ કુમાર છાત્રલયો આવેલી છે.જેમાંઆદિવાસી સમાજના અનેક બાળકો અભ્યાસ અને છાત્રાલયમાં રહે છે. ત્યારે સરકારનું અનુદાન લેતી આ પ્રકારની કુમાર છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને અનેક પ્રકારની જમવાની તેમ જ રહેવાની તકલીફો પડતી હોય છે. પાટણની ઘટના સ્પષ્ટ કરે છે કે ભોજનમાં નિષ્કાળજી દાખવવામાં આવી હતી. ત્યારે પાટણમાં બનાસકાંઠામાં પણ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા જેમની સાથે એન એસ આઈ યુ પણ જોડાયું હતું.
30 જેટલા પ્રદર્શનકારી છાત્રોની અટકાયત
જોકે પાલનપુર આવી જાતિ કમિશનર કચેરીએ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જતા મોટો હંગામો થયો હતો. અને જાહેર સુલેહ શાંતિ જોખમાય તે પહેલા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. અને પોલીસે જાહેર સુલેહ શાંતિ સ્થાપવા માટે 30 જેટલા પ્રદર્શનકારી છાત્રોની અટકાયત કરી છે. જેનાથી આ મામલો હાલ ગરમાયો છે.આ વિદ્યાર્થીઓને બળ દ્વારા તેમના પ્રદર્શનને હાલતો પોલીસે અટકાવ્યું છે. અને 30 જેટલા લોકોને ડીટેઇન કર્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ રોષ હવે શાંત પડે છે કે વધુ ભભકે છે.
આ પણ વાંચો :કૃષિ કાયદા નિવેદન પર કંગનાનો યુ-ટર્ન, કહ્યું- ‘ મને ખેદ છે હું મારા શબ્દોને પાછા લવ છું ‘