Patan Geniben Thakor : ગુજરાતમાં ગેનીબેનની જીતે તો કોંગ્રેસના સમગ્ર ગુજરાતમાં પડઘા પડી ગયા છે. પાટણ (Patan)માં આજે ગેનીબેન (Geniben Thakor)નો સત્કાર સમારંભ યોજાયો અને તેમાં ઉમટેલી ભીડે જ હવે તેમનો દબદબો સાબિત કરી બતાવ્યો છે. બનાસકાંઠાની આ સિંહણની જીતે ગુજરાતમાં કોંગ્રેસ અને ગેનીબેનનો દબદબો સાબિત કરી દીધો છે. ન માત્ર ઠાકોર સમાજ પરંતુ સમગ્ર કોંગ્રેસ પક્ષ અને અન્ય લોકોમાં પણ આ સિંહણની છાપ કેવી છે તે આ પ્રજાનો પ્રેમ જ સાબિત કરે છે. આજે પાટણમાં આ સત્કાર સમારંભ યોજી અને કોંગ્રેસે તેના ગુજરાતમાં ભલે નાના પણ અડગ ડગલાં ભરવાનું શરુ કરી દીધું છે. ટૂંક સમયમાં વાવ વિધાનસભાની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ગેનીબેનને આજે સન્માન પેટે ઘણી વસ્તુઓ આપવામાં આવી. આ સાથે જ તેમનું મામેરું ભરવામાં આવ્યું અને તેમાં તેમને 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા. જેને ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) દીકરીઓની હોસ્ટેલ માટે દાનમાં આપી દીધા.
પાટણ સત્કાર સમારોહમાં ગેનીબેનની રોયલ અંદાજમાં એન્ટ્રી | Nirbhaynews #genibenthakor #geniben #patan #vav #banaskantha #gujaratcongress #congress #bjp #nirbhaynews pic.twitter.com/nYLAftAloY
— Nirbhaynews (@nirbhaynews1) September 29, 2024
ગેનીબેન ઠાકોરે શું કહ્યું ?
સાંસદ ગેનીબેન ઠાકોરે હવે ગુજરાતમાં પોતાનો સાબિત કરી દીધો છે. અને પાટણ (Patan)ના સત્કાર સમારોહમાં ગેનીબેન (Geniben Thakor)નો દબદબો સાબિત થઇ ગયો છે. અને આ સમારોહમાં ગેનીબેને કહ્યું હતું કે, પાટણમાંથી એવા પડઘા પાડો કે અવાજ ગાંધીનગર સુધી પહોંચે. આ સાથે જ તેમણે કહ્યું કે, 2026માં આપણે આપણું અસ્તિત્વ સાબિત કરવાનું છે. ઓબીસી અનામત મુદ્દે પણ આગળ આવશે તેવું કહ્યું હતું. ગુજરાતની વસ્તીનું 81 હજાર કરોડનું બજેટ ઓબીસી સમાજને મળવું જોઈએ.
OBC અનામત મામલે ફરી ગેનીબેને શું કહ્યું ? | Nirbhaynews
ચૂંટણીમાં મેં કૃષ્ણને કહ્યું, ‘હે કૃષ્ણ તું નાવડી મારી તારજે’#genibenthakor #geniben #patan #banaskantha #vav #viralvideos #gujaratcongress #nirbhaynews pic.twitter.com/pXAoj0xvKf
— Nirbhaynews (@nirbhaynews1) September 29, 2024
દીકરીના લગ્નને લઈને શું બોલ્યા ગેનીબેન ઠાકોર ?
હું આ મંચ ઉપરથી માંગણી છે કે, લવમૅરેજના કાયદા માટે પણ ગામના જ પાંચ હોય અને તેની નોંધણી પણ ગામમાં જ થવી જોઈએ. સાથે જ લિવઈન ને લઈને તેમને ભારે વિરોધ નોંધાવ્યો છે. અને ખાસ તો જે દીકરીના લગ્ન થઇ ગયા હોય તેમને ગામના લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો, જેની સમાજમાં કોઈ ક્રેડિટ નથી, કોઈ કામ નથી કરતા અને તેવા લોકો ગામની પરિણીત મહિલાઓને લોભ લાલચમાં આપીને ભગાડીને લઈને જાય છે. અને જેના કારણે તેનો પરિવાર અને સંતાનો રાખડી પડે છે. હું તો કહું જ છું કે આ મૈત્રી કરારનો કાયદો રદ્દ થવો જ જોઈએ.
દાહોદ દુષ્કર્મ મામલે ગેનીબેને ભાજપને ફેંક્યો પડકાર
દુષ્કર્મ કેસ મામલે ગેનીબેને કહ્યું કે, ગુજરાતમાં નાની અને માસુમ દીકરીઓ સાથે દુષ્કર્મના કેસ સામે આવ્યા છે.આ ગુજરાતમાં બનતા એક પણ કેસ મામલે સરકાર હંમેશા ચૂપ જ રહે છે. ત્યારે હવે દાહોદ હોય કે બોટાદનો કેસ હોય ભાજપ સરકાર બીજા રાજ્યની દીકરીઓ માટે દેખાવો કરે છે. અને પોતાના રાજ્યની દીકરીઓની માટે કેમ કંઈ કરતા નથી. પોતાના નેતાઓને છાવરે છે. આ મામલે તો અલગથી એક કમિટી બનવી જોઈએ અને નિર્ણયો આવવા જોઈએ.
આ પણ વાંચો : Nepal Flood : નેપાળમાં પૂર અને ભૂસ્ખલને મચાવી તબાહી, 6 ફૂટબોલ ખેલાડીઓ સહીત 122ના મોત, 64 ગુમ