Patan BJP : પાટણની હારીજ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના લોકોનો જ બળવો, શિસ્તભંગ બદલ કરાયા બરતરફ

September 11, 2024

Patan BJP : રાજકારણમાં જો તમે કદાવર નેતા છો તો તમારો દબદબો પાર્ટીએ પણ જાળવવો પડશે. પરંતુ જો તમે કોઈ નવા નવા ભાજપમાં જોડાયા છો તો તમારાથી પાર્ટીને કંઈ ફર્ક પડશે નહિ. આપણે સૌ જાણીએ છીએ કે ભાજપમાં સહકારિતાની ચૂંટણીઓ જયારે યોજાય છે ત્યારે ભાજપ જેને મેન્ડેટ જાહેર કરે તે જ ચૂંટણી લડી શકે છે. ત્યારે હવે આવું જ કંઈક બન્યું છે ઈફ્કોની ચૂંટણીમાં. જ્યાં ભાજપ વિરુદ્ધ બળવો કરી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડે ત્યારે આ નેતાઓને ઘરભેગા થવાનો વારો આવે છે.

આજે ઈફ્કોની ચૂંટણી એટલે યાદ કરવી પડી કારણ કે પાટીદાર નેતા જયેશ રાદડિયાએ પોતાના જ પક્ષ એટલે કે ભાજપની વિરૂદ્ધ જઈ ઈફ્કોની ચૂંટણીમાં મેન્ડેટ વિરૂદ્ધ જઈ ફોર્મ ભર્યું હતું. અને ચૂંટણી જીતીને ઈફ્કોના ડિરેક્ટર પણ બની ગયા. મેન્ડેટવાળા ઉમેદવારને હરાવીને તેઓ ડિરેક્ટર બની ગયા. છતાં ભાજપે તેમના વિરુદ્ધ કોઈ જ પગલાં લીધા નથી. પરંતુ આંધળું અનુકરણ કરવા ગયેલા પાટણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરવો ભારે પડ્યો.

પાટણ હારીજની માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારોનો બળવો

પાટણમાં હારીજ ખેતીવાડી ઉત્પન બજારમાં ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમા પક્ષના જ કાર્યકરોએ મેન્ડેટ વિરુદ્ધ જઈ મતદાન કર્યું હતું. હારીજ માર્કેટયાર્ડમાં બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ચેરમેનના બીજા ટર્મ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપ મેન્ડેડ સામે ભાજપના જ ડિરેકટરોએ બળવો કર્યો છે. ભાજપમાંથી બાબુભાઇ ચૌઘરીના નામના મેન્ડેટ વિરુદ્ધ ડિરેકટરોએ બળવો કર્યો છે. ચૂંટણી અધિકારીની હાજરીમા ચૂંટણી યોજાઈ હતી. ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. માર્કેટયાર્ડમા ચેરમેન માટે કુલ 17 સભ્યોએ મતદાન કર્યું. જેમાં ભાજપ ઉમેદવાર બાબુભાઇને 8 મત તેમજ વાઘજીભાઈને 9 મત મળતા ચેરમેન તરીકે ચૂંટાયા છે. ભાજપમાંથી બળવો કરનાર ડિરેકર ચૌઘરી વાઘજીભાઈ, ઠાકોર રમેશજી અને મહેતા જીગરને શિસ્ત ના જાળવવા બદલ પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

હવે આ ચૂંટણી પછી એ ખબર તો પડી કે તમારૂ જો તમારા જ પક્ષમાં કંઈક લેવલ હોય, તો તમારૂ કંઈક વજન હોય. તમારૂ કંઈક કદ હોય તો જ તમે તમારા પક્ષ સામે જીતી શકો છો. જો તમે રાજકીય રીતે વજનદાર નેતા છો અને પછી તમે બળવો કરો તો તમારો પક્ષ પણ તમારી સામે ઝુકશે. તમારા બળવાને પણ તમારો પક્ષ રાજીખુશીથી અપનાવશો. કારણ કે ઈફકોની ચૂંટણીમાં જોયું હતું કે જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈ ફોર્મ ભર્યું હતું અને જીતી પણ ગયા હતા. પણ ત્યારે ભાજપે તેના વિરુદ્ધ કોઈ પગલા નહોતા લીધા. જયેશ રાદડિયાને શિસ્તભંગના પગલા બદલ તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં નહોતા આવ્યા. કારણ કે જયેશ રાદડિયા રાજકારણ ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે અને પાટીદાર સમાજમાં આગવું નામ ધરાવે છે. જો ભાજપે કોઈ પગલા લિધા હોત તો ભાજપે તેનું પરિણામ પણ ભોગવવુ પડ્યું હોત. જેના કારણે ભાજપ ચુપ રહી. વાઘજી ચૌધરી પણ જો ભાજપમાં મોટું માથું હોત તો તેમના આ બળવાને રાજીખુશીથી સ્વીકારવામાં આવ્યું હોત. અને તેમને શિસ્તભંગ બદલ પક્ષમાંથી બરતરફ પણ ન કરવામાં આવ્યા હોત.

આ પણ વાંચોShimla Protests : હિમાચલના શિમલામાં સંજૌલી મસ્જિદ પર તંગદિલી, ગેરકાયદે બાંધકામ તોડવાની માગણી કરી રહેલા હિન્દુ સંગઠનો

Read More

Trending Video