Patan : ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પાટણમાં AAP દ્વારા વિરોધ, જામનગર હુમલાના વિરોધમાં હોદ્દેદારો આવ્યા મેદાને

December 7, 2025

Patan : તાજેતરમાં જામનગરમાં આપની જાહેરસભામાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જે બાદ સતત ગુજરાતમાં રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ આજે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાસે આવૈ રહ્યા છે. અને હવે આ જ મામલે આજે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા ભાજપના ઈશારે કામ કરી રહેલી કોંગ્રેસનો વિરોધ કર્યો હતો.

આમ આદમી પાર્ટી એ જણાવ્યું હતું કે લોકશાહીમાં આવી ઘટનાને સ્થાન નથી, મહાત્મા ગાંધી ની વિચારધારા કોંગ્રેસ ભૂલી ને હિંસા અપનાવી રહી છે. સાથે જ આપ ના હોદેદારો અને કાર્યકરો ભેગા થઈ કોંગ્રેસ વિરૃદ્ધ ઉગ્ર સૂત્રચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચોGondal : ગણેશ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સહીત અન્ય સમાજ પણ આવ્યા, હવે રતનલાલ જાટના નાર્કોટેસ્ટની પણ કરી માંગ

Read More

Trending Video