Parliament Session 2024: ‘લખી લો,અમે તેમને ગુજરાતમાં હરાવીશું’, રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો પડકાર

July 1, 2024

Parliament Session 2024: લોકસભામાં (loksabha) વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ખુલ્લો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે તેઓ ગુજરાતમાં ભાજપને (BJP) હરાવી દેશે. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ આ મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે કોઈપણ નાના અને મધ્યમ ઉદ્યોગના માલિકને પૂછો કે નોટબંધી કેમ કરવામાં આવી? તેઓ કહેશે કે તે અબજોપતિઓને મદદ કરવા માટે કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ગુજરાત ગયો, કાપડના માલિક સાથે વાત કરી, તેમને પૂછ્યું કે ડિમોનેટાઇઝેશન કેમ થયું, GST કેમ થયું, તો તેમણે સ્પષ્ટ કહ્યું કે અબજોપતિઓને મદદ કરવા માટે GST લાવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી અબજોપતિઓ માટે કામ કરે છે. તે એક સરળ બાબત છે. મહત્વનું છે કે, જ્યારે રાહુલ ગાંધીએ આ કહ્યું ત્યારે પીએમ મોદી (pm modi) પણ ગૃહમાં હાજર હતા.

 રાહુલ ગાંધીએ ભાજપને આપી ચેલેન્જ

રાહુલ ગાંધી લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે શાસક પક્ષ દ્વારા તેમને અટકાવવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,  તેઓ ગુજરાતમાં જતા રહે છે અને આ વખતે તેઓ તમને ગુજરાતમાં હરાવશે. તમે તેને લેખિતમાં લો, વિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન તમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે. આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ક્લીન સ્વીપ કરી શકી નથી. કોંગ્રેસે પુનરાગમન કરીને બનાસકાંઠાની બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી છે. 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી.

ગુજરાતમાં રાહુલ ગાંધી એક્ટીવ

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-આપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા . કોંગ્રેસે ગુજરાતની 26માંથી 24 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ બે બેઠકો પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 31.24 ટકા વોટ મળ્યા છે જ્યારે ભાજપને 61.86 ટકા વોટ મળ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ને 2.69 ટકા વોટ મળ્યા છે. કોંગ્રેસ અને AAP સાથે આવવાથી, ભાજપ રાજ્યની તમામ લોકસભા બેઠકો 5 લાખના માર્જિન સાથે જીતી શક્યું નથી. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતુ ખુલતા જ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય છે. તાજેતરમાં તેમણે ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોન અકસ્માતના પીડિતો સાથે વાત કરી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં જીત મેળવવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે.

આ પણ વાંચો :  Vadodara માં ભુવા રાજ ! સત્તાધીશોની ઉંઘ ઉડાડવા માટે જુઓ યુવકે શું કર્યું…

Read More